મોસમનો મિજાજ:ચોમાસાનો વરસાદ વધુ અને બરફ ઓછો એટલે આકરી ઠંડીની શક્યતા ઓછી
હિમાલય ઉપર સ્નોકવર (બરફથી ઢંકાયેલો પ્રદેશ) આ વર્ષે ફેબ્રુઆરીની સરખામણીમાં 32.2% બચ્યા છે અને ચોમાસામાં આ વખતે 108% વરસાદ પડ્યો હતો. દરમિયાન આંકડાઓનો ટ્રેન્ડ સંકેત આપે છે કે આવનાર શિયાળાની ઋતુમાં ઠંડી ઓછી પડશે. અગાઉ વર્ષ 2020ના ચોમાસા દરમિયાન 109% વરસાદ થયો હતો અને તે જ વર્ષે ફેબ્રુઆરીમાં સ્નોકવર નોંધાયેલા રેકોર્ડમાં સૌથી વધુ હતું, પરંતુ ઓક્ટોબરમાં આ સ્નોકવર 16% જ રહ્યું હતું. ત્યારે ડિસેમ્બરથી ફેબ્રુઆરીની વચ્ચે શિયાળામાં તાપમાન સતત સામાન્યથી 2-3 ડિગ્રી વધુ નોંધાયું હતું. ગત વર્ષે ફેબ્રુઆરીની સરખામણીમાં ઓક્ટોબરમાં સ્નોકવર 40% જ બચ્યું હતું, પરંતુ ચોમાસામાં 94% વરસાદ થયો હતો. જેનાથી 2023-24માં ઉત્તરથી મધ્ય ભારત સુધી તીવ્ર ઠંડી પડી હતી. સામાન્ય રીતે ચોમાસાની તરત પછી ઓક્ટોબરમાં સ્નોકવર સૌથી ઓછું હોય છે અને તેના પછી નવેમ્બરથી ફેબ્રુઆરીમાં થનારી બરફવર્ષા પછી ફેબ્રુઆરીના અંતમાં સૌથી વધારે સ્નોકવર હોય છે. 2020માં સ્નોકવરમાં ફેબ્રુઆરીથી ઓક્ટોબર દરમિયાન સૌથી વધુ 84%નો ઘટાડો થયો હતો. એક્સપર્ટે કહ્યું-ઠંડી ઓછી પડશે કે વધારે તે સ્નોકવર ઉપર નિર્ભર...હવાની પેટર્ન પણ મહત્ત્વની
દેશની 3 નદીઓ સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્રાના બેઝિનમાં બરફવર્ષા થાય છે. જ્યારે ઉત્તર, મધ્ય, પૂર્વથી ઉત્તર-પૂર્વ ભારત સુધીનાં રાજ્યોમાં ઠંડી માટે એક જરૂરી પરિસ્થિતિ છે. ફેબ્રુઆરી 2020માં સિંધુ નદીમાં 1.81 લાખ વર્ગ કિમી વિસ્તાર બરફથી ઢંકાયો હતો, જે ઓક્ટોબરમાં 35 હજાર વર્ગ કિમી થઇ ગયો હતો. તેની સરખામણીમાં ફેબ્રુઆરી 24માં આ વિસ્તાર આશરે 9 લાખ વર્ગ કિમી ઘટીને 1.73 લાખ વર્ગ કિમી જ રહ્યો હતો.
4 વર્ષમાં ચોમાસું વરસાદ કેવો રહ્યો... 2024માં 108%, 2023માં 94% ,2022માં 106%, 2021માં 99% અને 2020માં સામાન્યથી 109% વરસાદ નોંધાયો હતો. હવામાન વિજ્ઞાની ડી.પી. દુબે કહે છે કે ઠંડી કેવી રહેશે તેનો વધુ કે ઓછી તેને ચોમાસાના વરસાદ સાથે કોઇ ખાસ સંબંધ નથી, પરંતુ પર્વતો ઉપર સ્નોકવરનો વિસ્તાર તેના માટે મહત્ત્વનું ફેક્ટર છે. ઠંડી માટે 2 ફેક્ટર છે. - એક પશ્ચિમી વિક્ષોભની સંખ્યા અને તીવ્રતા અને બીજું વિન્ડ ફ્લો પેટર્ન. પર્વતોથી ઉત્તરી હવા મેદાનો ઉપર આવે છે, તો તાપમાન ઘટે છે અને ઠંડી વધે છે. જો બરફવર્ષા વધારે થાય પરંતુ હવાની દિશા મેદાની વિસ્તારની તરફ જતી નથી તોપણ ઠંડી ઓછી હેરાન કરે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.