રાજ્યસભા સાંસદશ્રી જસવંતસિંહ પરમારની પ્રેરક ઉપસ્થિતીમાં ગોધરા ખાતે "સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત" થીમ સાથે "ફીટ ઇન્ડિયા સ્વચ્છતા ફ્રીડમ રન" યોજાઈ - At This Time

રાજ્યસભા સાંસદશ્રી જસવંતસિંહ પરમારની પ્રેરક ઉપસ્થિતીમાં ગોધરા ખાતે “સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત” થીમ સાથે “ફીટ ઇન્ડિયા સ્વચ્છતા ફ્રીડમ રન” યોજાઈ


પંચમહાલ,
રાજ્ય સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ તથા સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગરના નિર્દેશ હેઠળ રાજ્યના તમામ જિલ્લાઓમાં તા. ૨જી ઓક્ટોબર ૨૦૨૪ થી તા. ૩૧મી ઓક્ટોબર ૨૦૨૪ સુધી "સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત" થીમ સાથે વિવિધ કાર્યક્રમ અને “ફીટ ઇન્ડિયા સ્વચ્છતા ફ્રીડમ રન" યોજાઈ રહી છે. જેના ભાગરૂપે પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં પણ “ફીટ ઇન્ડિયા સ્વચ્છતા ફ્રીડમ રન"નું આયોજન કરાયું હતું.
જે અંતર્ગત ગોધરા ખાતે આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષથી રાજ્યસભા સાંસદશ્રી જસવંતસિંહ પરમાર એ લીલી ઝંડી બતાવી ફ્રીડમ રનને (દોડ)ની શરૂઆત કરાવી હતી. આ ફ્રીડમ રન ૫ કિમી અંતર કાપીને ગોધરાના બી.વી.ગાંધી પેટ્રોલપંપ સુધી જઈ પરત ફરી હતી. આ કેમ્પેઇન ને લઈને શહેરીજનોમાં ખુબજ ઉત્સાહ જોવા મળ્યો હતો.
આ દોડ(રન) માં જિલ્લા રમતગમત વિકાસ અધિકારીશ્રી પ્રતાપ પસાયા, અગ્રણીશ્રી સમરસિહ પટેલ, ડૉ.મહેન્દ્રભાઈ દેસાઇ, ડૉ.કમોદિયા, દિપકભાઇ જયજલારમ કોરી વર્કંસ, ખાસ સ્પોર્ટ્સવેરમાં સજ્જ જિલ્લાના ખેલાડીઓ/પોલીસ સ્ટાફ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના તમામ સભ્યો, કોચ, ટ્રેનરો, વહિવટતંત્રના અધિકારીઓ - કર્મચારીઓ અને નગરજનો જોડાયા હતા.

રિપોર્ટ વિનોદ પગી પંચમહાલ


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.