હિંમતનગરમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર પોલીસ પરિવારે દીવ્યાંગો સાથે દિવાળી મનાવી - At This Time

હિંમતનગરમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર પોલીસ પરિવારે દીવ્યાંગો સાથે દિવાળી મનાવી


સાબરકાંઠા જીલ્લાના હિંમતનગરમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર શુક્રવારે રાત્ર્રે 200 જેટલા દિવ્યાંગ બાળકો સાથે પોલીસ પરિવારે ફટાકડા ફોડ્યા,ગરબે ઘૂમ્યા અને ભોજન લીધું હતું.આમ અનોખી પ્રીદિવાળી ઉજવી હતી.

હિંમતનગરમાં GIDC માં આવેલ મંદ બુદ્ધિ સંસ્થાના બાળકો,મમતા સંસ્થા અને શહેરના કેનાલ પાસેના સ્લમ વિસ્તારના બાળકો સાથે શુક્રવારે રાત્રે હિંમતનગરમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર પ્રીદિવાળી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં દિવ્યાંગ સહિતના તમામ બાળકોને પોલીસ વાહનમાં પરેડ ગ્રાઉન્ડ પર લાવવામાં આવ્યા હતા ત્યારબાદ ઇન્ચાર્જ એસપી સ્મિત ગોહિલ,હેડ ક્વાટર્સ DYSP પાયલ સોમેશ્વર,SOG PI ડી.સી.સાકરિયાની ઉપસ્થિતિમાં રંગોળી થી સજાવેલ મંચ પર સ્થાન લીધું હતું.ત્યારબાદ તમામ બાળકોને દિવાળી પર્વ વિશેની જાણકારી અને સાવધાણીની સમજ આપીને ફટાકડા અને શૈક્ષણિક કીટ ભેટ આપવામાં આવી હતી.ત્યારબાદ સૌએ ફટાકડા ફોડી હતી સાથે પોલીસ પરિવાર પણ જોડાયો હતો.તો પરી દિવાળી દિવ્યાંગ બાળકો પણ ગરબે ઘૂમ્યા હતા.તો ઉજવણી પૂર્ણ કર્યા બાદ તમામે ભોજન લીધું હતું.આમ પોલીસ પરિવાર દ્વારા દિવ્યાંગ સાથે દિવાળીની અનોખી રીતે ઉજવણી કરી હતી.આ ઉજવણીમાં હિંમતનગર બી ડિવિઝન PI આર.ટી.ઉદાવત,એ ડિવિઝન PI પી.એમ.ચૌધરી સહિત એલસીબી,એસઓજી અને હેડક્વાર્ટસ પોલીસ કર્મીઓ જોડાયા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.