બોટાદ જિલ્લાની તમામ તાલુકા કોર્ટ્સમાં આગામી તા. ૨૬/૧૦/૨૦૨૪ના રોજ સ્પેશ્યલ લોક અદાલતનું આયોજન
(અજય ચૌહાણ દ્વારા)
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, બોટાદ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઇકોર્ટ, અમદાવાદની સૂચના અને માર્ગદર્શન અનુસાર, જિલ્લા ન્યાયાલય- બોટાદ ખાતે તથા તાલુકા કક્ષાએ બોટાદ જિલ્લાની તમામ તાલુકા કોર્ટ્સમાં આગામી તા. ૨૬/૧૦/૨૦૨૪ના રોજ ટાર્ગેટેડ મેટ્રોમોનીયલ કેસો તથા નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-૧૩૮ના ચેક રિટર્નના કેસોની સ્પેશ્યલ લોક અદાલતનું આયોજન કરવામાં આવનાર છે.
સ્પે.લોક અદાલતમાં મુકેલા કેસોની વધુ માહિતી માટે જાતે અથવા વિ.વ.શ્રી સાથે રહીને આપના કેસો જે અદાલતમાં ચાલતા હોય તે અદાલતનો તા.રપ/૧૦/૨૦૨૪ સુધીમાં કચેરી સમય દરમ્યાન સંપર્ક કરવો.બોટાદ ખાતે જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, બોટાદ-૦૨૮૪૯-૨૭૧૪૦૧, ગઢડા ખાતે તાલુકા કાનુની સેવા સમીતી, ગઢડા-૦૨૮૪૭-૨૫૩૩૦૪, રાણપુર ખાતે તાલુકા કાનુની સેવા સમીતી, રાણપુર ૦૨૭૧૧ ૨૩૮૧૨૧, બરવાળા ખાતે- તાલુકા કાનુની સેવા સમીતી, બરવાળા-૦૨૭૧૧-૨૩૭૦૦૯ પર સંપર્ક સાધી શકાય છે તેમ સેક્રેટરીશ્રી, જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, બોટાદ દ્વારા જણાવાયું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.