માજી સાંસદ ઠુંમર નાં નેતૃત્વ માં બાબરા મામલતદાર ને આવેદન પત્ર. ખેતી અને ખેડુતો અતિવૃષ્ટિનાં કારણે થયેલ બરબાદીમાં તાકીદે સહાય આપવા દર્દભરી અપીલ
માજી સાંસદ ઠુંમર નાં નેતૃત્વ માં બાબરા મામલતદાર ને આવેદન પત્ર.
ખેતી અને ખેડુતો અતિવૃષ્ટિનાં કારણે થયેલ બરબાદીમાં તાકીદે સહાય આપવા દર્દભરી અપીલ
બાબરા તાલુકા કોંગ્રેસ સમિતિ નાં અસંખ્ય અગ્રણી ઓની ઉપસ્થિતિ માં ખેતી અને ખેડુતો અતિવૃષ્ટિનાં કારણે થયેલ બરબાદી માં તાકીદે સહાય આપવા દર્દભરી અપીલ સાથે આવેદનપત્ર મહામહિમ રાજયપાલશ્રી. ગુજરાત રાજય રાજભવન, ગાંધીનગર. મારફત મામલતદાર શ્રી, બાબરા બાબરા તાલુકાનાં ૫૮ ગામો અતિવૃષ્ટિને કારણે ખેતીના પાકને તથા જાનમાલને થયેલ નુકશાનીનું વળતર સબંધે.બાબરા તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો તથા કાર્યકર્તાઓ તેમજ ખેડુતો. ગ્રામજનોની નમ્ર માંગ સાથે આવેદનપત્ર આપીએ છીએ કે, નીચે ના સંદર્ભે છેલ્લા ઓગષ્ટ મહિનાથી અને વર્તમાન ચાલુ માસ સુધી બાબરા તાલુકામાં કુદરતી વરસાદની આફતોએ પાકનો તથા ખેડુતોના ખાતર બિયારણનો સંપુર્ણ પણે નાશ થયેલ હોય, સરકારશ્રી તરફથી અવાર-નવાર લેખીત-મૌખિક ખેડુતોને તથા નુકશાન ભોગવનારા ઓને તત્કાલ સર્વે કરી વળતર આપવા માંગણી કરેલ હતી પરંતુ કોઇ અકળ કારણોસર સમગ્ર રાજ્યના ખેડુતોને ખેત આધારીત નુકશાનનું વળતર માત્ર ઓગષ્ટ માસમાં જે થયેલ તેનું જાહેર પેકેજ સરકારશ્રીએ કરી ખેડુતોની કુર મજાક કરી છે. ત્યારે આ અંગે બાબરા તાલુકા તમામ ગામોનાં સમગ્ર ખેડૂતો આ સંદર્ભે તત્કાલ ખેત આધારીત તથા અતિવૃષ્ટિના કારણે નુકશાન પામેલ નાના વેપારીઓના જાનમાલને પણ સર્વે કરી તત્કાલ વળતર ચુકવવા આ અમારી (૧) ઓગષ્ટ માસથી આજદિન સુધી સમગ્ર તાલુકામાં ખેતી આધારીત અતિવૃષ્ટિના કારણે નુકશાનીનું કોઇ સર્વે થયો હોય તેવું લાગતું નથી. સરકારના પદાધિકારીઓ માત્ર સરકારની વાહ-વાહી માટે અને પોતાની ચાપલુસીમાં રત હોવાને કારણે હંમેશા આ તાલુકાને છેલ્લા ત્રણ વર્ષથી અન્યાય થયો છે જેથી તત્કાલ બાબરા તાલુકાના ખેડુતોને તથા નાના મધ્યમ વેપારીઓને નુકશાનીનું વળતર ચુકવાઇ તેવી અમારી માંગણી છે.(૨) ખેડુતોના મોંઘા ભાવનાં ખાતર-બિયારણો, મજુરી વગેરે સદંતર નિષ્ફળ ગયા છે. પરીણામે કારમી મોધવારીમાં નાના-મધ્યમ ખેડૂતો અને વેપારીઓને જીવન જીવવું દુષ્કર બન્યું છે. પ્રજાનાં હામી હોવાનો ખોટો ડંભ ઉભો કરી માત્ર વાહ-વાહી લુટીને સરકાર ખેડુતો અને લોકોની કુર મશ્કરી કરવાનું બંધ કરે અને યોગ્ય વળતર તત્કાલ ચુકવાઇ તેવી કાર્યવાહી કરી તેવી અમારી માંગણી છે.(૩) તાલુકા લેવલે હાલ રેશનીંગ કાર્ડમાં કે.વાઇ.સી. ની પ્રક્રિયા થઈ રહી છે પરીણામે દૂર વિસ્તારનાં ગામોમાંથી ખેડુતો અને ગ્રામજનોને પારાવાર મુશ્કેલી ઉભી થઈ રહી છે. લાઇનમાં ઉભું રહી આખો દિવસ ખેતીની મજુરી ગુમાવી અને આ કામગીરી માટે તાલુકા લેવલે જે મુશ્કેલી ઉભી થઈ રહી છે. તેનું તત્કાલે નિવારણ કરી ગ્રામ્ય લેવલે વી.સી.ઈ. મારફત કે.વાઇ.સી. ની કામગીરી ગામમાંજ થાય તેવી કામગીરી કરવા અમારી માંગણી છે.(४) નવી રવિ ફસલ માટે ખાતર બિયારણોની તંગી ના પડે તે અંગે તાલુકા અને ગ્રામ્ય લેવલે મંડળી મારફત તત્કાલ ખાતર-બિયારણની વ્યવસ્થા ઉભી થાય તેવી કાર્યવાહી કરવા પણ અમારી માંગણી આમ, ઉપરોકત બાબતે તેમજ ખેડુતોને સમગ્ર રાજ્યમાં અન્યાય ભરી રીત-રસમો અપનાવી માત્ર વોટ બેકને જાહેરાતનાં માધ્યમથી રાજી રાખી ૩૦ વર્ષથી કામ કરતી આ સરકારને ખેડુતોને પોતાના પ્રશ્નો પત્યે પડતી મુશ્કેલીમાંથી ઉગારવા માટે કોઈ નક્કર કામગીરી આજસુધી થઈ નથી. ખેડુતોને ખેતી આધારીત પોર્ટલ પ્રોસેસ વીધીમાં કાયમ મુશ્કેલી પડી રહી છે તેમાંથી તેમજ ખેતી આધારીત આ જિલ્લાને તેમજ રાજયને બચાવી ખરા અર્થમાં ખેડુતોના હિતમાં કામ કરી રહી છે તેવું પ્રતિપાદિત કરે તેમજ આ જિલ્લાને કાયમ અન્યાય કરી મતનુ રાજકારણ બંધ નરી ખરા અર્થમાં ખેડૂતોને ન્યાય આપે તેવી અમારી માંગણી છે. ઉપરોકત માંગણી સંબંધે યોગ્ય નિસકરણ નહીં આવે તો ના છુટકે ખેડુતોને આંદોલન કરવાની ફરજ પડી જેની ગંભીર નોંધ લેશો તેમ વિરજીભાઈ ઠુંમરે જણાવ્યું હતું
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.