રાધનપુરના કમાલપુર પ્રા.શાળાના શિક્ષક વય નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજાયો.. કાર્યક્રમ અંતર્ગત શાળામાં રૂ.51,000 દાન આવ્યું..
પાટણ..
રાધનપુર..
અનિલ રામાનુજ રાધનપુર
રાધનપુરના કમાલપુર પ્રા.શાળાના શિક્ષક વય નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજાયો.. કાર્યક્રમ અંતર્ગત શાળામાં રૂ.51,000 દાન આવ્યું..
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કમાલપુર પ્રાથમિક શાળા ખાતે ફરજ બજાવતા શિક્ષક સુરેશભાઈ કે પરમાર વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા માનભર વિદાય સમારંમ યોજાયો હતો.જે પ્રસંગે ખુબ મોટી સંખ્યામાં વિસ્તારના શિક્ષકો સહિત અધિકારીઓ અને ગ્રામ્ય વિસ્તારોમાંથી મિત્રવર્તુળ ઉપસ્થિત રહ્યા હતા.
કમાલપુર પ્રા.શાળા ખાતે છેલ્લા 25 વર્ષથી ફરજ બજાવતા અને સેવાકીય પ્રવૃતિઓ સાથે જોડાયેલ સુરેશકુમાર કે. પરમાર શિક્ષક કમાલપુર શાળા ખાતે જેઓના જીવનના બહુમૂલ્ય વર્ષો આ શાળાના બાળકોના જીવન વિકાસમાં ખર્ચીને તા. ૩૧-૧૦-૨૦૨૪ ને ગુરૂવારના રોજ સેવા નિવૃત્ત થયા હતા ત્યારે પોતાના સેવાકાળ દરમિયાન બાળકોના જીવનમાં ચારિત્ર ઘડતર, નિષ્ઠા, પ્રમાણિકતા, સેવા, સમર્પણ અને ત્યાગના મૂલ્યલક્ષી પાઠો શીખવીને બાળકોના જીવનું ઘડતર કરેલ છે.ત્યારે વિદાય સમારંભ કાર્યક્રમ અંતર્ગત રાધનપુર તાલુકાના શિક્ષક મિત્રો,રાજકીય આગેવાનો સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.
કમાલપુર ગામ ખાતે શિક્ષક તરીકે છેલ્લા 25 વર્ષથી સુરેશભાઈ કે પરમાર શાળામાં ફરજ બજાવતા હતા.જેઓ વય નિવૃત્ત થતાં પ્રા.શાળા ખાતે વીદાય સમારંભ યોજાયો હતો.જેમાં રાધનપુર તાલુકામાંથી સિક્ષક ગણ,કમલપુર પ્રા .શાળા ના શિક્ષકો બાળકો અને ગામ લોકો ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.કમાલપુર પ્રા.શાળા ખાતે યોજાયેલ શિક્ષક વય નિવૃત્ત કાર્યક્રમ અંતર્ગત મુખ્ય મહેમાનોમાં તેજલબા વાઘેલા,તાલુકા વિકાસ અધિકારી - રાધનપુર,જેમ અતિથિ વિશેષ
હરખાભાઈ નાડોદા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, માંનાભાઈ ડી. રબારી મહામંત્રી પ્રાથમિક શિક્ષક સંઘ,પાટણ મહાદેવભાઈ રબારી જહાભાઈ ચૌધરી મહામંત્રી, રાષ્ટ્રિય સ્વૈચ્છિક સંઘ,પાટણ બીટ કેળવણી નિરિક્ષક, રાધનપુર-૨ વશરામભાઈ સિંધવ (બીટ કેળવણી નિરિક્ષક, રાધનપુર-૧ પ્રમુખ ઉત્કર્ષ મંડળ, પાટણ પ્રવિણસિંહ પરમાર પ્રવિણકુમાર પરમાર મત્રી ઉત્કર્ષ મંડળ, પાટણ) લાલજીભાઈ ચૌધરી
પ્રમુખ પ્રાથમિક શિક્ષક સંઘ, રાધનપુર) માલાભાઈ સોલંકી મંત્રી પ્રાથમિક શિક્ષક સંઘ, રાધનપુર અનિલભાઈ ઠાકોર મેપાભાઈ ચૌધરી પ્રમુખ રાષ્ટ્રિય સ્વૈચ્છિક સંઘ, રાધનપુર મંત્રી રાષ્ટ્રિય સ્વૈચ્છિક સંઘ, રાધનપુર રત્નાભાઈ રાઠોડ પ્રમુખ ઉત્કર્ષ મંડળ, રાધનપુર ઈશ્વરભાઈ વાઘેલા મંત્રી, ઉત્કર્ષ મંડળ, રાધનપુર ચેલાજી ઠાકોર : પ્રમુખ એચ.ટાટ. આચાર્ય સંઘ, રાધનપુર,મંત્રી એચ.ટાટ. સંઘ, રાધનપુર હરેશભાઈ પ્રજાપતિ હેમાભાઈ ચૌધરી પ્રમુખ, કર્મચારી મંડળી, રાધનપુર
દશથરભાઈ ચૌધરી,મંત્રી કર્મચારી મંડળી, રાધનપુર અને કમાલપુર પ્રાથમિક શાળા ના શિક્ષકો બાળકો અને ગામ લોકો ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ નાં અંતે શાળાને 51,000 રૂપિયા દાન પેટે આવતા શાળાના શિક્ષણકાર્ય માં સમર્પિત કરાયું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.