પોરબંદર જિલ્લાની સરકારી કચેરીઓમાં રેકર્ડ વર્ગીકરણની કામગીરી થઈ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ ૧૭મી સપ્ટેમ્બરથી સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ અભિયાનનો સમગ્ર દેશમાં પ્રારંભ થયો છે. જેના ભાગરૂપે પોરબંદર જિલ્લા વિકાસ અધિકારી કે.બી.ઠક્કરનામાર્ગદર્શન અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયાની આગેવાની હેઠળ પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા હી સેવા ઝુંબેશ અંતર્ગત જુદી-જુદી કામગીરી કરવામાં આવી રહી છે.પોરબંદર, રાણાવાવ અને કુતિયાણા તાલુકામાં જુદી જુદી વિભાગની સરકારી કચેરીઓમાં રેકર્ડ વર્ગીકરણની કામગીરી કરવામાં આવી રહી છે. પોરબંદર જિલ્લાની આંગણવાડી, પંચાયત કચેરી, આરોગ્ય કેન્દ્ર સહિતની કચેરીઓમાં રેકર્ડ વર્ગીકરણ માટેની કામગીરી થઈ રહી છે.
8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.