ઓલ ઈન્ડિયા રેડિયોમાં અનાઉન્સર હતા CJI:કહ્યું- કાયદાની પ્રેક્ટિસ કરતા પહેલાં હિંદી-અંગ્રેજીમાં રેડિયો શો કરેલા, માતા ક્લાસિકલ સિંગર હતાં
મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડ હિન્દી અને અંગ્રેજી ભાષાઓમાં રેડિયો અનાઉન્સર તરીકે કામ કરી ચૂક્યા છે. તાજેતરમાં ઓલ ઈન્ડિયા રેડિયોને આપેલા ઈન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ 1975માં મુંબઈથી દિલ્હી આવી ગયા હતા. પછી તેમણે આકાશવાણી માટે ઓડિશન આપ્યું. આ પછી તેમણે હિન્દી અને અંગ્રેજીમાં ઘણા રેડિયો શો કર્યા. તેમણે ઘણા વેસ્ટર્ન મ્યુઝિક શો પણ કર્યા. તેમણે રેડિયો સાથે પોતાનો અંગત સંબંધ વ્યક્ત કર્યો. માતા સાથે અવારનવાર સ્ટુડિયો જતા
પોતાના બાળપણને યાદ કરતાં CJIએ કહ્યું હતું કે તેમની માતા ક્લાસિકલ સિંગર હતાં, જેઓ ઘણીવાર ઓલ ઈન્ડિયા રેડિયો પર શો કરતાં હતાં. આ દરમિયાન CJI પણ તેમની સાથે મુંબઈના સ્ટુડિયોમાં જતા હતા. તેમણે કહ્યું હતું કે તેઓ માતા-પિતા સાથે હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત ભાષાઓમાં ન્યૂઝ બુલેટિન સાંભળીને મોટા થયા છે. ચંદ્રચૂડ 10 નવેમ્બર 2024ના રોજ નિવૃત્ત થશે
CJI ચંદ્રચૂડ 10 નવેમ્બર 2024ના રોજ નિવૃત્ત થશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા તેમને દેશના 50મા મુખ્ય ન્યાયાધીશ (CJI) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે 9 નવેમ્બર 2022ના રોજ મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા હતા. જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડનું પૂરું નામ જસ્ટિસ ધનંજય યશવંત ચંદ્રચૂડ છે. તેમના પિતા જસ્ટિસ વાયવી ચંદ્રચૂડ દેશના 16મા CJI હતા. જસ્ટિસ વાયવી ચંદ્રચૂડનો કાર્યકાળ 22 ફેબ્રુઆરી 1978થી 11 જુલાઈ 1985 સુધી એટલે કે લગભગ 7 વર્ષનો હતો. જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે SCમાં તેમના પિતાના બે મોટા નિર્ણયોને પણ પલટી દીધા છે. તેઓ તેમના સ્પષ્ટવક્તા નિર્ણયો માટે પ્રખ્યાત છે. નોઈડા ટ્વિન ટાવર કેસ- નોઈડામાં સુપર ટેકના બંને ટાવર 28 ઓગસ્ટના રોજ તોડી પાડવામાં આવ્યા હતા. 31 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે ટાવર તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. ટ્વિન ટાવરના નિર્માણમાં નેશનલ બિલ્ડિંગ કોડના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. હાદિયા કેસ - કેરળમાં અખિલા અશોકન ઉર્ફે હાદિયા (25)એ 2016માં શફીન નામના મુસ્લિમ છોકરા સાથે લગ્ન કર્યા હતા. યુવતીના પિતાનો આરોપ છે કે આ લવ-જેહાદનો મામલો છે. તેમની પુત્રીનો ધર્મ બદલીને તેના બળજબરીથી લગ્ન કરાવવામાં આવ્યા હતા. આ પછી હાઈકોર્ટે લગ્ન રદ કરીને હાદિયાને તેનાં માતા-પિતા સાથે રાખવાનો આદેશ આપ્યો હતો. આ પછી મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો અને કોર્ટે હાદિયાના લગ્ન રદ કરવાના કેરળ હાઈકોર્ટના આદેશને ફગાવી દીધો. પ્રાઈવસીને મૌલિક અધિકાર માનવામાં આવ્યો- 2017માં સુપ્રીમ કોર્ટે પ્રાઈવસીને મૂળભૂત અધિકાર ગણ્યો હતો. ચંદ્રચૂડ પણ આ બેંચમાં સામેલ હતા. કોર્ટે પોતાના નિર્ણયમાં લખ્યું- ADM જબલપુર કેસમાં બહુમતીના નિર્ણયમાં ગંભીર ખામીઓ હતી. બંધારણનો સ્વીકાર કરીને ભારતના લોકોએ તેમના જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાઓ સરકારને સોંપી નથી. અપરિણીત મહિલાઓને પણ ગર્ભપાતનો અધિકાર- સુપ્રીમ કોર્ટે તમામ મહિલાઓને ગર્ભપાતનો અધિકાર આપ્યો છે, પછી તે પરિણીત હોય કે અપરિણીત. કોર્ટે કહ્યું હતું કે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ હેઠળ દરેક વ્યક્તિને 22થી 24 અઠવાડિયાંની વચ્ચે ગર્ભપાત કરવાનો અધિકાર છે. જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની અધ્યક્ષતામાં આ બેન્ચ હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.