આયુષ્માન આરોગ્ય શિબિર અંતર્ગત સાવરકુંડલા હર્બન હેલ્થ – 2 ખાતે હેલ્થ મેળો યોજાયો.
આયુષ્માન આરોગ્ય શિબિર(હેલ્થ મેળા)*
યુપીએચસી સાવરકુંડલા - ૨ ખાતે હેલ્થ મેળો યોજાયો.
ગત રોજ તારીખ-૨૫-૧૦-૨૦૨૪ અને શુક્રવારના રોજ આયુષ્યમાન આરોગ્ય શિબિર (હેલથ મેળા) અંતર્ગત સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સાવરકુંડલાના હર્બન હેલ્થ સેન્ટર -2 ખાતે નિષ્ણાંત ડોક્ટરો (ડો.વિજય સર - ગાયનેકોલોજિસ્ટ અને ડો. હિના મેડમ - ડર્મેટોલૉજિસ્ટ અને ડો. માલવિકા મેડમ - ડેન્ટીસ્ટ) દ્વારા ઓ. પી. ડી ચેક કરી જરૂરમંત દર્દી ઓને દવા આપી હતી જે અંતર્ગત કુલ દર્દી ૨૨૩ થી વધુ દર્દી ઓને તપાસ કરવામાં આવી હતી જેમાં સ્ત્રીરરોગ-૪૩ , દાંત રોગ-૩૯ , ચામડી રોગ-૯૧ , જનરલ રોગ-૫૦*pmjay કાર્ડ-૨૨ કાઢવામાં આવ્યા હતા.આ કેમ્પ સફળ બનાવવા માટે તાલુકા હેલ્થ ઓફીસર ડૉ. મીના સાહેબ ના માર્ગદર્શન હેઠળ અર્બન હેલ્થ ઓફિસર શ્રી ડૉ રોહિત ચોંડીગળા તથા શ્રી ડૉ સમીર સંવટ તેમજ આયુષ્માન આરોગ્ય મંદિર ના મેડીકલ ઓફીસર શ્રી ડૉ મનિષ જ્યાણી એ ભારે જહેમત ઉઠાવી.તથા તાલુકા હેલ્થ સુપરવાઈઝર શ્રી સંજય ભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ અર્બન હેલ્થ સેન્ટર ના સુપરવાઈઝર શ્રી જીજ્ઞેશ ભાઈ કાકડીયા તેમજ વિજયભાઈ
તથા ભગીરથ ભાઈ (FHS/SN), ફારૂકભાઈ(pharmacist) , પાશ્વભાઈ(LT), હરેશભાઇ( D.E.O) તથા તમામ MPHW ,FHW ,આશા વર્કર તથા નર્સિંગ સ્ટુડન્ટ દ્રારા ખડે પગે રહીને આ હેલ્થ મેળા ને સફળ બનાવવામાં ખૂબ જ અગત્ય નો ભાગ ભજવ્યો તેમ મયુર ટાંક ની યાદી માં જણાવેલ છે.
919913263165
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.