*બે માસથી વિખુટા પડેલ તમિલનાડુની મહિલાનું પરીવાર સાથે મિલન કરાવતુ હિંમતનગરનું નારી સંરક્ષણ કેંદ્ર* - At This Time

*બે માસથી વિખુટા પડેલ તમિલનાડુની મહિલાનું પરીવાર સાથે મિલન કરાવતુ હિંમતનગરનું નારી સંરક્ષણ કેંદ્ર*


*બે માસથી વિખુટા પડેલ તમિલનાડુની મહિલાનું પરીવાર સાથે મિલન કરાવતુ હિંમતનગરનું નારી સંરક્ષણ કેંદ્ર*
*********
નારી સંરક્ષણ કેંદ્ર હિંમતનગર દ્રારા બે માસથી વિખુટા પડેલ તમિલનાડુની મહિલાનું પરીવાર સાથે મિલન કરાવી સરાહનીય કામગીરી કરી છે.બે માસ પહેલા ૩૨ વર્ષિય મહિલા કોઈને કહ્યા વગર ઘરેથી નીકળીને ટ્રેનમાં બેસી ગયા હતા.આ મહિલાને સખી વન સ્ટોપ સાબરકાંઠા ખાતે આશ્રય આપવામાં આવ્યો હતો. સખી વન સ્ટોપ સેન્ટર ખાતે પાંચ દિવસ સુધી આશ્રય આપી મહિલાને લાંબાગાળાનાં આશ્રય માટે નારી સંરક્ષણ કેન્દ્ર હિંમતનગરમાં મોકલી આપ્યા હતા. મહિલાને નારી સંરક્ષણ કેન્દ્રમાં મેનેજરશ્રી કાઉન્સેલીંગ કરતા આ મહિલા તમિલનાડુ તિરુવલ્લમ જિલ્લાના હોવાનું જાણવા મળ્યુ. આ વિગતો મળતા મહિલાના પરીવારની વિગતો મંગાવી આ મહિલા તમિલનાડુના રહેવાસી હોવાની ખાત્રી કરવામાં આવી હતી. મહિલાની માહિતી પરિવારજનોને આપતા ગણતરીના કલાકોમાં મહિલાના પરીવારજનો મહિલાને લેવા પહોંચ્યા હતા. બે માસ બાદ ગુમ મહિલા સલામત રીતે પરીવારજનોને મળતા પરીવારમાં આનંદનો માહોલ સર્જાયો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.