આજે સિહોર તાલુકાના તમામ ગામ માં કમોસમી વરસાદમાં થયેલ પાક નુ નુકસાન થયેલ ને વળતર ચૂકવવા મામલતદાર સાહેબને આવેદન પત્ર આપવામાં આવ્યું - At This Time

આજે સિહોર તાલુકાના તમામ ગામ માં કમોસમી વરસાદમાં થયેલ પાક નુ નુકસાન થયેલ ને વળતર ચૂકવવા મામલતદાર સાહેબને આવેદન પત્ર આપવામાં આવ્યું


ભાવનગર જિલ્લાના
સિહોર તાલુકાના તમામ ગામોમા છેલ્લા ઘણા સમયથી ભારેથી
અતિભારે કમોસમી વરસાદ વરસી રહયો છે અને ગત તા.
૨૦-૧૦-૨૦૨૪ અને તા.૨૩-૧૦ ૨૦૨૪ આસપાસ પડેલ અનરાધાર
૨ થી ૩ ઈંચ વરસાદ ખેડુતોના તમામ પાકો કે હારવેસ્ટ કરવાના
બાકી અવસ્થામાં પડેલ તમામ પ્રકારના પાકોને ભારે નુકશાન
પહોચાડી પાણીમાં તણાઈને ખુબ મોટુ નુકશાન પહોચ્યુ છે. તેમજ
ઉભા પાકોમાં પણ ૯૦% થી વધારે નુકશાન થયુ છે. આ કમોસમી
વરસાદના કારણે ખેડુતોના તમામ પ્રકારનો પડેલ પાક નિષ્ફળ
ગયો છે જે તમામ મીડિયા માં પ્રકાશીત પણ થયેલ છે.
તો ગુજરાત સરકારશ્રીની મુખ્ય મંત્રીની કિસાન સહાય
રોજના અંતગર્ત કૃષિ કલ્યાણ અને સહકાર વિભાગના ઠરાવ કૂમાંક:
પફળ/૧૦૨૦૨૦/૧૯૯૪ /૬.૭ તારીખ ૧૦-૦૮-૨૦૨૦ ના ઠરાવ
મુજબ ૧૫/૧૦ થી ૧૫/૧૧ સુધીમાં ૪૮ કલાકમાં ૫૦ મી.મી.થી વધુવરસાદ પડે તો જે તે વિસ્તારના તમામ ખેડુતોને તેમના પાકનુ અને
જે જમીનનું નુકશાન થયેલ છે તેવુ ગણવામાં આવે તો સરકારશ્રીની
ગાઈડ લાઈન મુજબ દિન-૭ માં કલેકટરશ્રીએ
સંબંધીત
અધિકારીશ્રી પાસેથી રીપોર્ટ મંગાવીને મહેસુલ વિભાગને વિસ્તા૨માં
નકશાનીની દરખાસ્ત મોકલવાના ઠરાવ મુજબ જલ્દીથી જલ્દી સર્વે
કરાવવામાં આવે અને સરકારશ્રીના નિયમ મુજબ જલ્દીથી જલ્દી
ખેડૂતોને વળતર ચુકવવામાં આવે.
ના ભારે
આથી તા.૨૦-૧૦-૨૪ થી તા.૨૧-૧૦-૨૦૨૪
વરાદથી થયેલ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના તમામ
ગામાનો સર્વે થાય અને સમગ્ર તાલુકાના ખેડુતોને આ આવી પડેલ
અણધાર આફતમાથી ઉગારવા માટે જલ્દીથી જલ્દી પેકેજ જાહેર
કરવામાં આવે અને ખેડુતોને મદદરૂપ થવા યોગ્ય પગલા લેવામા આવે
તેવી વિનંતી કરવા આવેલ રિપોર્ટ અશોકભાઈ ઢીલા સિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.