ઉત્તરકાશીમાં મસ્જિદ તોડી પાડવાની માગ સાથે પ્રદર્શન:હિંદુ સંગઠનનો આરોપ- સરકારી જમીન પર બાંધવામાં આવી; પોલીસના લાઠીચાર્જમાં 27 ઘાયલ
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં એક મસ્જિદ તોડી પાડવાની માગને લઈને થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસના લાઠીચાર્જમાં સાત પોલીસકર્મીઓ સહિત 27 લોકો ઘાયલ થયા છે. પ્રદર્શનકારીઓનો આરોપ છે કે બરાહત વિસ્તારમાં બનેલી મસ્જિદ સરકારી જમીન પર બનાવવામાં આવી છે. જોકે, જિલ્લા પ્રશાસને સ્પષ્ટતા કરી હતી કે મસ્જિદ જૂની છે અને મુસ્લિમ સમુદાયના લોકોની જમીન પર બનેલી છે. પ્રદર્શનકારીઓને મસ્જિદ તરફ જતા રોકવા માટે વહીવટીતંત્રે ગંગોત્રી નેશનલ હાઈવે પર બેરિકેડ લગાવી દીધા હતા. તેને હટાવવા માટે દેખાવકારો અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી પરંતુ પોલીસે તેમને આગળ વધવા દીધા ન હતા. દેખાવકારોનો આરોપ- પરિસ્થિતિને વધુ ખરાબ કરવાના ષડયંત્રના ભાગરૂપે પથ્થરમારો થયો
થોડી જહેમત બાદ પ્રદર્શનકારીઓ બેરિકેડિંગ પાસે ધરણા પર બેસી ગયા અને હનુમાન ચાલીસાના પાઠ કરવા લાગ્યા. થોડા સમય પછી, જ્યારે તેઓએ બેરિકેડિંગ હટાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ. અધિકારીઓએ જણાવ્યું કે આ દરમિયાન પથ્થરમારો શરૂ થયો, ત્યારબાદ પોલીસે પહેલા ટીયર ગેસના શેલ છોડ્યા અને પછી લાઠીચાર્જ કર્યો. લાઠીચાર્જમાં કેટલાક પ્રદર્શનકારીઓ અને પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. તે જ સમયે, દેખાવકારોનો આરોપ છે કે પરિસ્થિતિને વધુ ખરાબ કરવાના ષડયંત્રના ભાગરૂપે પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ઉત્તરકાશીના પોલીસ અધિક્ષક (SP) અમિત શ્રીવાસ્તવે કહ્યું કે પથ્થરમારાની ઘટનાને ગંભીરતાથી લેવામાં આવી છે. તેની ચકાસણી કરવામાં આવી રહી છે. આરોપીઓની ઓળખ કરીને તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. હવે શહેરમાં સ્થિતિ સામાન્ય અને શાંતિપૂર્ણ છે. પુરતો પોલીસ બંદોબસ્ત તૈનાત છે. મસ્જિદની આસપાસ સુરક્ષા પણ કડક કરવામાં આવી છે. સંજૌલી મસ્જિદ વિવાદ બાદ વિવિધ સ્થળોએ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં આવેલી સંજૌલી મસ્જિદને કારણે સમગ્ર હિમાચલ પ્રદેશમાં હોબાળો મચી ગયો હતો. હિંદુ સંગઠનોએ સોલન, મંડી, કુલ્લુ અને સિરમૌર જિલ્લામાં ગેરકાયદેસર મસ્જિદોને તોડી પાડવાની માંગ પણ ઉઠાવી હતી. આ પછી ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં પણ આવો કિસ્સો સામે આવ્યો છે. જોકે વહીવટીતંત્રનું કહેવું છે કે મસ્જિદ કાયદેસર છે. આ મસ્જિદ દેશની આઝાદી પહેલા બનાવવામાં આવી હતી, જ્યારે તે માત્ર બે માળની હતી. બાદમાં વધુ ત્રણ માળ ગેરકાયદેસર રીતે બાંધવામાં આવ્યા હતા. તેની સામે મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનરની કોર્ટમાં 14 વર્ષથી કેસ ચાલી રહ્યો હતો. આ મામલો 1 સપ્ટેમ્બરના રોજ ચર્ચામાં આવ્યો જ્યારે બે સમુદાયો વચ્ચેની લડાઈ બાદ મસ્જિદની બહાર વિરોધ ફાટી નીકળ્યો. સ્થાનિક રહેવાસીઓએ આરોપ લગાવ્યો હતો કે લોકો મસ્જિદના ગેરકાયદે માળેથી તેમના ઘરોમાં ડોકિયું કરી રહ્યા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનરનો આદેશ- મસ્જિદ કમિટી સ્વખર્ચે ગેરકાયદેસર માળ તોડી નાખે, કામ શરૂ 5 ઓક્ટોબરે મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનરે મસ્જિદના ગેરકાયદે માળ તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. સંજૌલી મસ્જિદ કમિટીને આ કામ સ્વખર્ચે કરવા જણાવાયું છે. વક્ફ બોર્ડની પરવાનગી લીધા બાદ મસ્જિદ કમિટીએ 21 ઓક્ટોબરથી ગેરકાયદેસર ભાગ તોડવાની કામગીરી શરૂ કરી હતી. આ મામલે હિમાચલ હાઈકોર્ટમાં પણ સુનાવણી થવાની છે. સ્થાનિક લોકોએ આ માટે અરજી કરી છે. તેમનું કહેવું છે કે 14 વર્ષથી મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનરની કોર્ટમાં હજુ સુધી નિર્ણય લેવાયો નથી. મસ્જિદ તોડી પાડવાનો કમિશનરનો આદેશ પણ વચગાળાનો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.