બોટાદ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો - At This Time

બોટાદ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો


(અસરફ જાંગડ દ્વારા)
મુખ્યમંત્રી તરફથી મળેલી સૂચના અનુસાર જિલ્લા કક્ષાના પ્રશ્નો માટે લોકોએ તેમની ફરિયાદ માટે ઉચ્ચ કક્ષાએ સુધી જવું ન પડે તે માટે જિલ્લા કક્ષાએ ''જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ" કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેકટરડો. જીન્સી રોયના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં જિલ્લા કલેકટરએ રૂબરૂ લોકોના પ્રશ્નો અને રજૂઆત સાંભળી ઉપસ્થિત અધિકારીઓને કેટલાંક રચનાત્મક સલાહ-સૂચનો આપીને સમસ્યાનું ત્વરિત નિરાકરણ લાવવા જણાવ્યું હતું. જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં ૭ પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી, નિવાસી અધિક કલેક્ટર જિલ્લા પોલીસ અધિક્ષક સહિત સબંધિત વિભાગના અધિકારીઓ/ કર્મચારી અને અરજદારો હાજર રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.