કાંગ્રેસે ગુલાબસિંહ રાજપુત પર મહોર મારી,સુઈગામ નાયબ કલેકટરની કચેરી ખાતે આજે વિજયમુહર્તમાં ફોર્મ ભરશે. વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનો ફૉર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ.
બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા પર પેટાચૂંટણી થવા જઈ રહી છે, 13 નવેમ્બરના રોજ મતદાન અને 23 નવેમ્બરના રોજ મતગણતરી થવાની છે. આ વખતે પણ વાવ વિધાનસભા પર ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ ખેલાવાનો છે. સોમવારે કોંગ્રેસની સેન્સ પ્રક્રિયામાં AICC સેક્રેટરી સુભાષિની યાદવ, પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર અને પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે દાવેદારોના સેન્સ લીધા હતા. જેમાં 9 ઉમેદવારોએ ટિકિટ માટે દાવેદારી કરી હતી. આજે કોંગ્રેસપક્ષ દ્વારા થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતના નામ પર મહોર મારી છે.
9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.