ઉદઘાટન પૂર્વે આચાર્ય લોકેશજીના માર્ગદર્શન હેઠળ ભારતનાં પ્રથમ ‘વિશ્વ શાંતિ કેન્દ્ર’માંથી નવકાર મંત્રનો ગુંજ સમગ્ર ભારતમાં સંભળાયો
ઉદઘાટન પૂર્વે આચાર્ય લોકેશજીના માર્ગદર્શન હેઠળ ભારતનાં પ્રથમ ‘વિશ્વ શાંતિ કેન્દ્ર’માંથી નવકાર મંત્રનો ગુંજ સમગ્ર ભારતમાં સંભળાયો
આચાર્ય લોકેશજીના માર્ગદર્શન હેઠળ આયોજિત મફત આરોગ્ય તપાસ શિબિરનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો - ડૉ. નીતિન શાહ અને ટીમ
આચાર્ય લોકેશજીએ સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિ અને જૈન ધર્મનું ગૌરવ વધાર્યું છે - વિવેક મુનિજી અને ક્ષુલ્લક યોગભૂષણ મહારાજ
અમેરિકાના ડોકટરો પોતાની માતૃભૂમિ ભારતના નાગરિકોની સેવા કરીને માટીનું ઋણ ચૂકવવા માંગે છે - ડો.શાહ
ગુરુગ્રામમાં સ્થાપિત ભારતના પ્રથમ ‘વિશ્વ શાંતિ કેન્દ્ર’ના ઉદઘાટન પહેલા, અહિંસા વિશ્વ ભારતીના સ્થાપક જૈન આચાર્ય લોકેશજી, વિવેક મુનિજી, ક્ષુલક યોગભૂષણની પવિત્ર હાજરીમાં નવકાર મંત્રનો જાપ અને પૂજાની વિધિ પૂર્ણ થઈ હતી. અમેરિકાના લોસ એન્જલસથી પધારેલ વિશ્વ વિખ્યાત ડો.નીતીન શાહ સાથે અનેક તબીબોએ તબીબી તપાસ કરી અને વિનામૂલ્યે આરોગ્ય તપાસણી કેમ્પમાં મોટી સંખ્યામાં આવેલા લોકોને તબીબી સુવિધા પુરી પાડી હતી.વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક આચાર્ય લોકેશજીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, “આ કેન્દ્ર વિશ્વ શાંતિ અને સદભાવના માટે શાંતિ શિક્ષણ અને તાલીમ, ધ્યાન અને યોગ દ્વારા વ્યક્તિત્વ નિર્માણ, મહિલા સશક્તિકરણ, બાળકો અને યુવાનોના સંસ્કૃતિ નિર્માણ, પર્યાવરણ સંરક્ષણ તેમજ ભારતીય સંસ્કૃતિ અને જૈન જીવનશૈલી આધારિત કાર્યક્રમો યોજશે. આ વર્ષે વિશ્વ પ્રસિદ્ધ ધર્મગુરુઓ, સમાજસેવકો, ઉદ્યોગપતિઓ, શિક્ષણવિદો વગેરે વિવિધ ક્ષેત્રના અગ્રણીઓની હાજરીમાં વિશ્વ શાંતિ કેન્દ્રના ઉદઘાટનનો ભવ્ય કાર્યક્રમ યોજાશે.આ પ્રસંગે શ્વેતાંબર સમાજના વરિષ્ઠ સામાજિક કાર્યકર રાજકુમાર જૈન, સુભાષ ઓસવાલ, દિગંબર સમાજના વરિષ્ઠ સામાજિક કાર્યકર સુભાષચંદ્ર જૈન, ડૉ. ડી.સી. જૈન, નામાંકિત કાઉન્સિલર મનોજ જૈન, જીતોનાં વડા હિતેશ જૈન, એચ. જૈન, સમસ્ત મહાજન મુંબઈના મેનેજીંગ ટ્રસ્ટી ડૉ. ગિરીશ શાહ, મહાવીર ઈન્ટરનેશનલના ડાયરેક્ટર ડો. ઈન્દુ જૈન અને અનેક સંસ્થાઓના અગ્રણી પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે પૂજ્ય આચાર્ય લોકેશજીના આધ્યાત્મિક માર્ગદર્શન હેઠળ અહિંસા વિશ્વ ભારતી દ્વારા નવનિર્મિત વિશ્વ શાંતિ કેન્દ્ર સમગ્ર વિશ્વમાં અહિંસા શાંતિ અને સદભાવનાનો સંદેશ ફેલાવવામાં સફળ રહેશે. દિગંબર પરંપરાના ક્ષુલ્લક યોગભૂષણજી મહારાજ અને શ્વેતાંબર પરંપરાના વિવેક મુનિજી મહારાજે જણાવ્યું હતું કે, “આચાર્ય લોકેશજીએ સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિ અને જૈન ધર્મનું ગૌરવ વધાર્યું છે. વિશ્વ શાંતિ કેન્દ્ર દ્વારા ભગવાન મહાવીરની ફિલસૂફી અને જૈન સિદ્ધાંતોનો દેશ અને દુનિયામાં પ્રસાર થશે.” વિશ્વ વિખ્યાત ડો.નીતીન શાહે જણાવ્યું હતું કે, “અહિંસા વિશ્વ ભારતી સંસ્થા દ્વારા આયોજિત નિ:શુલ્ક આરોગ્ય તપાસ શિબિરમાં મહિલાઓ અને બાળકો સહિત 500થી વધુ લોકોએ તેમની આરોગ્ય તપાસ કરાવી હતી અને તેઓને મફત દવાઓ અને સાધનો પણ આપવામાં આવ્યા હતા. અમેરિકાના ડોકટરો પોતાની માતૃભૂમિ ભારતના નાગરિકોની સેવા કરીને માટીનું ઋણ ચૂકવવા માંગે છે.” ઉલ્લેખનીય છે કે જૈન આચાર્ય લોકેશજીના નેતૃત્વમાં ભારતના પ્રથમ વિશ્વ શાંતિ કેન્દ્રનો શિલાન્યાસ એપ્રિલ 2022માં ગુરુગ્રામમાં કરવામાં આવ્યો હતો. આજે દેશ અને દુનિયામાં ફેલાયેલા પ્રતિષ્ઠિત સામાજિક કાર્યકરોની મદદથી આ સાત- માળનું મકાન પૂર્ણ થયું છે. આ ઈમારતમાં સંત નિવાસ, યોગ અને વેલનેસ સેન્ટર, રેસ્ટોરન્ટ, ઓડિટોરિયમ, પાર્કિંગ તેમજ મુસાફરોના રહેવાની વ્યવસ્થા છે.આ પ્રસંગે ખાસ સહયોગી અભય કુમાર જૈન, ચેન્નાઈથી શ્રીમલ, પુણેથી પ્રકાશ ધારીવાલ, મુંબઈથી સુખરાજ નાહર, મુંબઈથી દિલીપ ચંદન, કલકત્તાથી વિનોદ દુગ્ગડ, ડૉ. અનિલ, અમેરીકાથી મનુભાઈ શાહ સહિત બિલ્ડીંગના નિર્માણમાં ખૂબ જ વિશેષ સેવાઓ આપનારને યાદ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત દેશ-વિદેશના અનેક દાતાઓએ પણ સહયોગ આપ્યો છે અને સંસ્થાએ તેમનો પણ આભાર વ્યક્ત કર્યો છે. કાર્યક્રમની શરૂઆત મીનાક્ષી જૈનના ભજનથી થઈ હતી. આ પ્રસંગે ડો. વિજય સૂદ, સુહાસિની સૂદ, ડો. નીતીન શાહ, કિન્ના ગાંધી, સરયુ વોરા, રિયા શાહ, ભગવતી ભાટિયા, ડો. ઉષા ગુપ્તા, ડો. નીતિ ધમીજા, ડો. મેકબેથ, રોહક વોરા, જસ્મીન શર્મા, લહેરા, ડો. ગુપ્તા અને પાર્ક હોસ્પિટલના તબીબોએ આરોગ્ય તપાસણી કરી હતી. અહિંસા વિશ્વ ભારતીના વીર હિના જૈન, પ્રેમ ગુપ્તા, શ્રીમતી કેનુ અગ્રવાલ, કુ. તારકેશ્વરી મિશ્રા, યોગાચાર્ય દેવ ચંદ્ર, જાવેદ, સુબોધ જૈન, મનોજ રિતુ જૈન વગેરે કાર્યકરોએ કાર્યક્રમનાં સંકલનમાં સંપૂર્ણ સહયોગ આપ્યો હતો.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.