સત્ય કહેવા માં શરમ શેની ? મોદી ની નિકટના વિચાર પ્રેરક ટ્વીટ માટે જાણીતા ડો કાનાબારે ફરી
સત્ય કહેવા માં શરમ શેની ? મોદી ની નિકટના વિચાર પ્રેરક ટ્વીટ માટે જાણીતા ડો કાનાબારે ફરી
ભ્રષ્ટાચારના આ દૈત્યને કોણ ઝેર કરશે એ સવાલ મોટો છે !! ની ટ્વીટ કરી
અમરેલી જિલ્લા ભાજપ નાં અગ્રણી ડો ભરતભાઈ કાનાબાર વિચાર પ્રેરક ટ્વીટ માટે જાણીતા છે પ્રધાનમંત્રી મોદી ની નજીક ગણાતા જૂજ વ્યક્તિ ઓમા નાં અમરેલી જિલ્લા ભાજપ અગ્રણી ડો કાનાબાર સત્ય કહેવાનું ચૂકતા નથી પછી ભલે તે પાર્ટી નો કોઈ નાનો મોટો નેતા કેમ ન હોય તાજેતર માં ડો કાનાબાર એક ટ્વીટ કરી કે સાંસદો, ધારાસભ્યો અને મ્યુ. કોર્પોરેશનોના મેમ્બરોને પગાર અને ભથ્થા મળે છે. આ લાભ નગરપાલિકાના સદસ્યોને પણ મળવો જોઈએ.આમ પણ ગુજરાતની ઘણી બધી નગરપાલિકાઓમાં સદસ્યોને ટકાવારી અને હપ્તા મળે છે. (જો કે આવા હપ્તા નહિ લેવાવાળા કેટલાક પ્રામાણિક સભ્યો પણ ક્યાંક ક્યાંક મળી આવે છે)
અમરેલી જિલ્લાની મોટાભાગની પાલિકાઓમાં આ દુષણ છે. અમરેલી પાલિકામાં આવી ખાયકી સામે કેટલાક લોકોએ અવાજ ઉઠાવ્યો તો પાલિકાનું આવતી કાલનું બોર્ડ રદ કરી દીધું અને કેટલાક સદસ્યોને શાંત પાડવા પંદર પંદર હજાર રોકડા મોકલી દેવાયા ભાઈ દિવાળી છે શું કરવું ? ભ્રષ્ટાચારના આ દૈત્યને કોણ ઝેર કરશે એ સવાલ મોટો છે !! ભાજપ નાં ડો કાનાબાર હર હમેશ સત્ય કહેવા નાં હિમાયતી રહ્યા છે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી જેમ કાનાબાર પણ પાર્ટી ની નીતિ રિતી ઓ સામે બેધડક ટ્વીટ કરી પાર્ટી ની સ્વચ્છ છબી બતાવતા રહે છે
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.