રાષ્ટ્ર દેવો ભવ ચાંદપરા પરિવાર દ્વારા રાષ્ટ્રીય અભિયાનો નું સમર્થન કરતી અનોખી શ્રી મદ્ર ભાગવત કથા યોજાશે
રાષ્ટ્ર દેવો ભવ ચાંદપરા પરિવાર દ્વારા રાષ્ટ્રીય અભિયાનો નું સમર્થન કરતી અનોખી શ્રી મદ્ર ભાગવત કથા યોજાશે
ગારીયાધાર તાલુકા ના માંડવી ગામે વલ્લભદાદા ચાંદપરા પરિવાર દ્વારા આયોજિત અનોખી રાષ્ટ્રીય અભિયાનો નું સમર્થન કરતી શ્રી મદ્ર ભાગવત કથા વિદ્વાન ભગવતાચાર્ય શ્રી શાસ્ત્રી હરદીપભાઈ દવે માનપુર વાળા ના વ્યાસાસને શ્રી મદ્ર ભાગવત કથા નો પ્રારંભ તા.૦૩/૧૧/૨૪ કારતક સુદ બીજ ને રવિવારે કથા સત્ર દરરોજ બપોરે ૨-૦૦ કલાક થી સાંજ ના ૬-૦૦ કલાક કથા પુર્ણાહુતી તા ૦૯/૧૧/૨૪ ને કારતક સુદ ૯ ને રવિવારે શ્રી મદ્ર ભાગવત કથા નો પ્રારંભ રાષ્ટ્ર ગીત થી પ્રારંભાશે કથા માં શ્રી કપિલ જન્મોત્સવ ભગવાન શ્રી નૃરસિંહજી પ્રાગટય શ્રી વામન પ્રાગટય ભગવાન શ્રી રામ જન્મોત્સવ નંદ મહોત્સવ ગોર્વધન લીલા રૂક્ષ્મણી વિવાહ સુદામા ચરિત્ર પરીક્ષિત મોક્ષ કથા સહિત ના દેવ ચરિત્ર પ્રસંગો નું ઉજવણી વેશભૂષા સાથે આબેહૂબ ઉજવાશે કથા સ્થળે શ્રાવકો માટે દૈનિક ભોજન પ્રસાદ ની વ્યવસ્થા ઉપરાંત સંપૂર્ણ કથા દરમ્યાન વ્યસન મુક્તિ ની વચન બદ્ધ પ્રતિજ્ઞા ફેશન અને વ્યસન નો ત્યાગ કરવા ની શીખ આપતી આકર્ષક આમંત્રણ પત્રિકા ધ્યાનાકર્ષક બની રહી છે ચાંદપરા પરિવાર ની શ્રી મદ્ર ભાગવત કથા ની આમંત્રણ પત્રિકા માં ડ્રગ્સ સહિત ના વ્યસન અંગે લોગો વૃક્ષ વાવો પર્યાવરણ બચાવો નો સદેશ આપ્યો છે પ્રકૃતિ ની રક્ષા ના હદય સ્પર્શી સૂત્રો સાથે વિવિધ અભિયાનો ના સ્લોગન અને રાષ્ટ્રીયતા ને સમર્થન કરતી આમંત્રણ પત્રિકા વિચાર પ્રેરક બની રહી છે કથા પ્રસંગ નો પ્રારંભ રાષ્ટ્ર ગીત થી કરાશે રાષ્ટ્ દેવો ભવ નો અનોખો સદેશ આપતી ચાંદપરા પરિવાર ની શ્રી મદ્ર ભાગવત કથા અનુકરણીય બને તેવા અભિગમ થી યોજાશે તેમ યશ ચાંદપરા એ જણાવ્યું હતું
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.