ધોળા જં.ખાતે સાબરમતી ટ્રેનને સ્ટોપ આપવાની સાંસદ નીમુબેન ની મહેનત રંગ લાવી ટ્રેનને સ્ટોપ મળશે
ભાવનગર અને બોટાદ જિલ્લાના સાંસદ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી ગ્રાહક બાબતો,અન્ન અને સાર્વજનિક વિતરણ ખાતાના માનનીય કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન જયંતીભાઈ બાંભણીયાએ માનનીય કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવને તા.૨૭.૦૯.૨૦૨૪ના રોજ પત્ર લખીને ભાવનગર–સાબરમતી ઈન્ટરસીટી એક્સપ્રેસ (ટ્રેન નંબર ૨૦૯૬૬/ ૨૦૯૬૫)ને ધોળા જંકશન પર સ્ટોપેજ આપવા અંગે આગ્રહ કર્યો હતો ઘણા સમયથી સ્થાનિક લોકોની એવી માંગણી હતી કે ભાવનગર સાબરમતી ઈન્ટરસીટી એક્સપ્રેસ (ટ્રેન નંબર ૨૦૯૬૬/ ૨૦૯૬૫)ને ધોળા જંકશન પર સ્ટોપેજ આપવામાં આવે આ અંગે માનનીય મંત્રીને ઘણી રજૂઆતો પણ મળી હતી તેઓએ આ અંગે ભારત સરકારમાં રજૂઆત કરતાં રેલ મંત્રાલયના ૨૪.૧૦.૨૦૨૪ના પત્ર મારફતે ભાવનગર–સાબરમતી ઈન્ટરસીટી એક્સપ્રેસ (ટ્રેન નંબર ૨૦૯૬૬/ ૨૦૯૬૫)ને ધોળા જંકશન પર સ્ટોપેજ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે અને જલ્દીથી આ સેવા શરૂ કરવામાં આવનાર છે માનનીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન જયંતિભાઈ બાંભણિયાના આ સફળ પ્રયાસથી ધોળાના મુસાફરો તેમજ ભાવનગરથી સાબરમતી જનારા મુસાફરોને સુવિધા મળશે આનાથી માત્ર મુસાફરીની સુવિધામાં વધારો જ નહીં થાય,પરંતુ લોકોની આર્થિક સ્થિતિ અને જીવનધોરણ સુધારવામાં પણ મદદ મળશે સરકાર તેના નાગરિકોના કલ્યાણ અને વિકાસ માટે હંમેશા પ્રતિબદ્ધ છે અને ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા તરફ આગળ વધી રહી છે
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા
+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.