હવે પપ્પુ, મોનુ, સોનુ બધા મેથ્સ-સાયન્સમાં પાસ…:મહારાષ્ટ્ર સરકારનો પાસિંગ માર્કસમાં ક્રાંતિકારી નિર્ણય; વિદ્યાર્થીઓ હવે 35 માર્કસની બદલે 20 માર્કસમાં પાસ થઈ જશે
બધા જ સ્ટુડન્ટ્સ માટે ખુશીના સમાચાર... બધા જ વિદ્યાર્થીઓ મેથ્સ-સાયન્સમાં પાસ થઈ શકે છે...મહારાષ્ટ્ર સરકાર પાસિંગ માર્કસમાં ક્રાંતિકારી નિર્ણય લેવા જઈ રહી છે. મહારાષ્ટ્ર સ્ટેટ કાઉન્સિલ ઑફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (SCERT)એ ધોરણ 10માં ગણિત અને વિજ્ઞાન વિષયોના પાસિંગ માર્કસ ઘટાડવાનો નિર્ણય લીધો છે. બોર્ડ વિદ્યાર્થીઓ માટે પાસિંગ માર્કસ 35 માર્કસથી ઘટાડીને 20 માર્કસ કરશે. ધોરણ 10 માટે નવા રાજ્ય અભ્યાસક્રમ ફ્રેમવર્ક સ્કૂલ એજ્યુકેશન (SCF-SE)માં આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી છે. બોર્ડ વિદ્યાર્થીઓને ઓછા માર્કસ હોવા છતાં પાસ કરાશે, પરંતુ તેમને ગણિત અને વિજ્ઞાનમાં ઉચ્ચ શિક્ષણ મેળવવાની મંજૂરી નહીં આપે. આ વિદ્યાર્થીઓના સર્ટિફિકેટ તેમને 'પાસ' જાહેર કરશે, પરંતુ તેમને ઉચ્ચ વર્ગોમાં ગણિત અને વિજ્ઞાન સંબંધિત અભ્યાસક્રમો લેવાથી અટકાવશે. આ વિષયો ઉપરાંત, વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણમાં અન્ય અભ્યાસક્રમો કરવા માટે મુક્ત રહેશે. હ્યુમેનિટીઝ અને આર્ટસ જેવા વિષયોમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓને મદદ મળશે
આ નિર્ણય ઓછા માર્કસ મેળવનારા વિદ્યાર્થીઓને વધુ ફ્લેક્સિબિલિટી મળશે કારણ કે તેમની પાસે હવે ઓછા માર્કસ દર્શાવતી નોંધ સાથે નવા ક્લાસમાં જવાનો અથવા તેમના પરિણામને સુધારવા માટે પરીક્ષામાં ફરીથી હાજર થવાનો વિકલ્પ હશે. આ પગલાનો હેતુ હ્યુમેનિટીઝ અને આર્ટસ જેવા વિષયોમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓને મદદ કરવાનો છે, જેઓ ધોરણ 10માં લઘુત્તમ માર્કસ મેળવવામાં નિષ્ફળ જાય તો તેમનો અભ્યાસ છોડી દેવાની ફરજ પડે છે. નવો અભ્યાસક્રમ લાગુ થશે ત્યારે પાસિંગ માર્કસમાં ફેરફાર કરાશે
મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડ ઓફ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશનના અધ્યક્ષ શરદ ગોસાવીએ જણાવ્યું હતું કે જ્યારે સમગ્ર રાજ્યમાં નવો અભ્યાસક્રમ લાગુ થશે ત્યારે પાસિંગ માર્કસમાં ફેરફાર કરવામાં આવશે. સ્ટેટ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (SCERT)ના ડિરેક્ટર રાહુલ રેખાવરે જણાવ્યું હતું કે આ ફેરફાર નવા અભ્યાસક્રમ માળખાનો એક ભાગ છે જેને શાળા શિક્ષણ વિભાગે પહેલેથી જ મંજૂરી આપી છે. રેખાવરે કહ્યું કે, 'વિદ્યાર્થીઓ અન્યાયી રીતે સિસ્ટમમાંથી બાકાત ન રહે તે માટે આ ફેરફાર કર્યો છે.'
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.