ઉધોગિક સાહસિક અને એન એસ એસ વિભાગ દ્વારા સાંસ્કૃતિક અને ઐતિહાસિક ને ઉદ્યોગો ની મુલાકાત
તારીખ 23 10 2024 ના રોજ શ્રીમતી સી આર ગાર્ડી આર્ટ્સ કૉલેજના આચાર્યશ્રી ડૉ. એમ.કે.મહેતા સાહેબના માર્ગદર્શન હેઠળ પ્લેસમેન્ટ - ઉદીશા, એન.એસ.એસ, એન્ટર પ્રિન્યોરશીપ વિભાગ અંતગૅત આઇ ટી આઇ, રાઇસ મીલ અને ઐતિહાસિક સ્મારક માનગઢની મુલાકાત માટે વિદ્યાર્થીઓને લઈ જવામાં આવ્યા.
સૌ પ્રથમ દીવડા આઈ.ટી.આઈ મુકામે વિદ્યાર્થીઓને મુલાકાત માટે લઈ જવામાં આવ્યા હતા જ્યાં આઈ.ટી.આઈના ઇન્સ્ટ્રક્ટર મેડમે વિદ્યાર્થીઓને વેલ્ડીંગ અને મિકેનિકલ ડિપ્લોમા અને આઈટીઆઈ દ્વારા મિકેનિકલ ફિલ્ડમાં વિદ્યાર્થીઓને વિવિધ સાધનોના ઉપયોગ વિશે જાણકારી આપી. આ ઉપરાંત વેલ્ડીંગ વિભાગમાં પણ આઈ.ટી.આઈમાં ઇન્સ્ટ્રક્ટરશ્રી એ વિદ્યાર્થીઓને એમની અભ્યાસ પદ્ધતિ તેમજ ITI ની ડિગ્રીથી સ્વાવલંબી કેવી રીતે બની શકાય તે બાબતે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા. જુદા જુદા ટ્રેડમાં કયા કયા સાધનોનો કેવી રીતે ઉપયોગ કરી શકાય તે અંગેની ચાર્ટ દ્વારા વિગતવાર સમજણ પુરી પાડી. ત્યારબાદ આઇટીઆઈ દ્વારા જ પ્લેસમેન્ટ,એમ્પ્લોઈબીલીટી સ્કિલ, અનુબંધન પોર્ટલ વિશેની જાણકારી પૂરી પાડી તે બદલ કોલેજ પરિવાર વતી સ્નેહલબેન વાગડીયા , નીરજભાઈ ગુસારા અને નીતિન ભાઇ પટેલ ફીટરનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ. સંતરામપુર મુકામે પહોંચી વિદ્યાર્થીઓએ સૌ પ્રથમ રિલાયન્સ પેટ્રોલ પંમ્પ પાસે શહીદ વીર ભગતસિંહની, ર્ડો. બાબા સાહેબ આંબેડકર તેમજ બિરસમુંડાની પ્રતિમાને ફૂલ અર્પણ કર્યા. સંતરામપુર ખાતે આવેલી સ્વતંત્ર સંગ્રામની ચળવળમાં સામેલ મહાનુભાવો અને સમાજના ઉત્કર્ષમાં જેમના અનન્ય ફાળો છે એવા વીર પુરુષો, સમાજ સુધારકોની તમામ પ્રતિમા,સરદાર વલ્લભભાઈ પટેલ, સ્વામી વિવેકાનંદ અને મહારાણા પ્રતાપની વિદ્યાર્થીઓને એમના પ્રદાનની માહિતી આપી બિરદાવી એમની સેવાઓને યાદ કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા. ત્યારબાદ સંતરામપુર ખાતે આવેલી રાઈસ મિલની મુલાકાત લઈ વિદ્યાર્થીઓએ મિલમાં ચોખાના પ્રોસેસિંગની આખી પ્રક્રિયાને વિગતવાર નિરીક્ષણ કર્યું . મિલના માલિકશ્રીએ વિદ્યાર્થીઓને ડાંગર મિલમાં આવે ત્યાંથી ચોખા માર્કેટમાં જાય ત્યાં સુધીની આખી પ્રોસેસ વિગતવાર સમજાવી હતી. જેથી વિદ્યાર્થીઓ ભવિષ્યમાં ઔદ્યોગિક ક્ષેત્રે જોડાઈને સ્વાવલંબી બની શકે એવી પ્રેરણાત્મક માહિતી પૂરી પાડી હતી. ઐતિહાસિક સ્થળ માનગઢ ખાતે શ્રી ગોવિંદ ગુરુના સ્થાનકની અને આઝાદીની ચળવળમાં તમામ શહીદોના સ્મારકે શ્રદ્ધા સુમન અપૅણ કરીને સમાજ સુધારણા ની પ્રવૃત્તિમાં તેમનો ફાળો અમૂલ્ય રહ્યો છે તેની વિગતે માહિતી અધ્યાપકશ્રીઓ એ આપી હતી.સ્વતંત્ર્ય સંગ્રામમાં તેમના પ્રદાનને બિરદાવી વિદ્યાર્થીઓએ આ ઐતિહાસિક સ્થળની મુલાકાત લીધી હતી. તેમજ રમણીય પ્રાકૃતિક સૌંદર્યના દૃશ્યો નિહાળી આનંદ સાથે સહભોજન લીધું હતું.કોલેજના કુલ 20 વિદ્યાર્થીઓ તથા સમાજશાસ્ત્ર વિષયના ર્ડો.મહેજબીન સૈયદ,ર્ડો.ગણપતસિંહ ઠાકોર, પ્રો.લક્ષ્મીબેન વસાવા તથા ગુજરાતી વિષયના પ્રો. જયસિંહ ખાંટની ઉપસ્થતિમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેની કેટલીક તસ્વીરોની ઝાંખી અહીં પ્રસ્તુત છે.
એસ બી ડામોર
(કડાણા)
9879915423
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.