ધંધુકા એસટી ડેપો ખાતે તીવ્ર સ્ટાફની અછત ઊભી થતાં દૈનિક સંચાલન પર માઠી અસર જોવા મળી - At This Time

ધંધુકા એસટી ડેપો ખાતે તીવ્ર સ્ટાફની અછત ઊભી થતાં દૈનિક સંચાલન પર માઠી અસર જોવા મળી


ધંધુકા એસટી ડેપો ખાતે તીવ્ર સ્ટાફની અછત ઊભી થતાં દૈનિક સંચાલન પર માઠી અસર જોવા મળી

અમદાવાદ એસટી વિભાગના ધંધુકા ડેપો ખાતે છેલ્લા ઘણા સમયથી ટીઆઈ,ટીસી,ક્લાર્ક, પટાવાળા સહિત ડ્રાઈવર કંડકટરો ની અછત જોવા મળી રહી છે. ડેપોના મંજુર મહેકમ મુજબ સ્ટાફ ની અછત જોવા મળતા છેવાડાના ગામોના લોકો એસટી સુવિધા થી વંચિત રહી જવા પામ્યા છે.હાલમા ડેપોના સૂત્રોના જણાવ્યા અનુસાર ૧૭ ડ્રાઈવર અને ૧૦ કંડકટરો ની ઘટ છે અને તેમાં અમુક કર્મચારીઓ ગેર હાજર અને અન્ય કારણોસર રજા ઉપર છે તેમજ ચાર કર્મચારીઓ અન્ય વપરાશમાં ફરજ બજાવે છે.મળતી માહિતી મુજબ ઘણા બધા ડ્રાઈવર કંડકટરો ની નોકરી ધંધુકા ખાતે હાજરી પત્રક માં બોલે છે અને કર્મચારીઓ લાગવગ શાહી થી વિભાગના નજીકના ડેપો ખાતે ફરજ બજાવે છે તેથી સ્થાનિક અધિકારીઓને સંચાલન ચલાવવામા ખુબ મુશ્કેલ ઉભી થવા પામી છે એટલું જ નહીં ધંધુકા એસટી ડેપો દ્વારા ધંધુકા રાણપુર અને ધોલેરા ત્રણ તાલુકાનું સંચાલન ચલાવવામા આવે છે.વિભાગના અધિકારીઓ દ્વારા વારંવાર તહેવારો ના ટાણે એક્સ્ટ્રા સંચાલન ના બહાના હેઠળ ધંધુકા એસટી ડેપોને ટાર્ગેટ બનાવી વારંવાર ગાડીઓ અમદાવાદ ખાતે બોલાવી લેવામાં આવે છે તેથી ગ્રામ્ય વિસ્તારોના લોકો તહેવાર ના ટાણે જ એસટી બસ ની સુવિધા થી વંચિત રહી જવા પામે છે.ડેપોના અધિકારીઓના જણાવ્યા અનુસાર ગામડાના લોકોની ફરિયાદ ઉપસ્થિત ન થાય તે માટે અન્ય ડ્રાઈવર કંડકટરો પાસે ડબલ ડ્યુટી કરાવીને સંચાલન ચલાવવા આવે છે પરંતુ વિભાગના અધિકારીઓ દ્વારા ડબલ ડ્યુટી ઉપર અંકુશ મૂકવામાં આવ્યો છે જેથી ગામડાના લોકોને આગામી દિવસોમાં દિવાળીના તહેવારો દરમિયાન એસટી બસ ની સુવિધા થી વંચિત રહેવું પડે તો નવાઈ નહીં.

રિપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.