દિપાવલીના તહેવારોમાં રાત્રીના 10 વાગ્યા પછી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ
તહેવારો દરમિયાન ફોડવામાં આવતા ફટાકડાના કારણે આગજની-અકસ્માતના બનાવો ન બને તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ચેતન ગાંધીએ ખાસ જાહેરનામું પ્રસિધ્ધ કરી તા.16 નવેમ્બર સુધી રાજકોટ જિલ્લામાં રાત્રીના 10 થી સવારના 6 વાગ્યા સુધી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ ફરમાવી દીધો છે.
જાહેર જનતાની સલામતી માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ચેતન ગાંધી દ્વારા આ જાહેરનામા દ્વારા પ્રતિબંધાત્મક હુકમો ફરમાવેલ છે જે અંતર્ગત સીરીઝમાં જોડાયેલા ફટાકડાની લૂમથી મોટા પ્રમાણમાં હવા, અવાજ અને ઘનકચરાની સમસ્યા થતી હોવાથી તે રાખી શકાશે નહીં, ફોડી શકાશે નહીં કે વેંચાણ કરી શકાશે નહીં. હાનિકારક ધ્વની પ્રદૂષણ રોકવા માટે માત્ર અધિકૃત બનાવટવાળા જ ફટાકડા ઉત્પાદન-વેંચાણ કરી શકાશે.
કોઇપણ પ્રકારના વિદેશી ફટાકડા આયાત કરી શકાશે નહીં કે વેચાણ કરી શકાશે નહીં. ઇ-કોમર્સ વેબસાઇટ, ફ્લીપકાર્ટ, એમેઝોન સહિતની કોઇપણ ઇ-કોમર્સ વેબસાઇટ ફટાકડાના વેચાણ માટે ઓનલાઇન ઓર્ડર લઇ શકાશે નહીં કે ઓનલાઇન વેચાણ કરી શકાશે નહીં
નેશનલ હાઇવે-8 (બી) પર આવેલ શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર તથા મેટોડા જીઆઇડીસી વિસ્તારની 500 મીટરની હદમાં તથા જવલનશીલ પદાર્થના સંગ્રહના સ્થળથી 100 મીટરની હદમાં દારૂખાનુ કે ફટાકડા ફોડવા નહીં.
કોઇપણ પ્રકારના સ્કાય લેન્ટર્ન (ચાઇનીઝ તુક્કલ-આતશબાજી બલુન)નું ઉત્પાદન તથા વેચાણ કરી શકાશે નહીં તેમજ કોઇપણ સ્થળે ઉડાડી શકાશે નહીં. જાહેર રસ્તા-રોડ તથા ફૂટપાથ પર કારખાનુ, ફટાકડા, બોમ્બ, રોકેટ, હવાઇ કે અન્ય ફટાકડા કે જેનો સમાવેશ દારૂખાનામાં થતો હોય તેવા ફટાકડા કે આતશબાજી ફોડવા-સળગાવવા કે કોઇ વ્યકિત ઉપર ફેંકવા નહીં.
હોસ્પિટલ, નર્સીંગ હોમ, આરોગ્ય કેન્દ્ર, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલયો, ધાર્મિક સ્થળોના 100 મીટરના ત્રીજ્યાના વિસ્તારને સાયલન્ટ ઝોન તરીકે ગણવામાં આવશે અને ત્યાં કોઇપણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહીં. જાહેરનામાનો ભંગ કરનારાઓ પોલીસ કલમ 135 મુજબ શિક્ષાને પાત્ર ઠરશે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.