એડવોકેટની ઓફિસમાં ઘુસી સગા ભત્રીજાએ છરી બતાવી કોમ્પ્યુટરની લૂંટ ચલાવી ધમકી આપી - At This Time

એડવોકેટની ઓફિસમાં ઘુસી સગા ભત્રીજાએ છરી બતાવી કોમ્પ્યુટરની લૂંટ ચલાવી ધમકી આપી


રાજકોટમાં ઈન્દિરા સર્કલ પાસે ઓફીસ ધરાવતાં એડવોકેટ વિનોદ જોષીની ઓફિસમાં ઘુસી જૂનાગઢ રહેતાં સગીર ભત્રીજાએ સ્ટાફને છરી બતાવી કોમ્પ્યુટરની લૂંટ ચલાવી ધમકી આપી હતી. બાદમાં એડવોકેટને ફોનમાં ધમકી આપી પાંચ લાખની ખંડણી પણ માંગી હતી. બનાવ અંગે યુની. પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે રાજકોટમાં પુષ્કરધામ મેઈન રોડ પર વસંતકુંજ એપાર્ટમેન્ટમાં રહેતાં વિનોદભાઈ અરવીંદભાઈ જોષી (ઉ.વ.42) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે તેમના સગીર ભત્રીજાનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓને રાજકોટમાં ઇન્દીરા સર્કલ પાસે શિલ્પન સ્કવેર ઓફીસ નં. 403 માં વકીલાતની પ્રેક્ટિસ કરે છે. ઉપરાંત તેઓને ધોરાજી મેઈન પોસ્ટ ઓફીસ ચોક હીરાપન્ના કોમ્પલેક્ષમાં અને ઉપલેટા માધવ કોમ્પલેક્ષમાં ટેક્ષ કન્સલ્ટન્ટની ઓફીસ આવેલ છે. જેમાથી ધોરાજી ઓફીસ તેમના મોટા સગા ભાઈ અનીલભાઇ જોષી સંભાળે છે.
ગઇ તા.30/09/2024 ના ધોરાજીની ઓફીસે કામથી તેમના મીત્ર જીતેન્દ્રકુમાર હીરપરા સાથે કારમા જતાં હતા ત્યારે રાજકોટ ખાતેની ઓફીસના સ્ટાફના માણસ રાજનભાઇ માંડલીયાનો ફોન આવેલ કે, તમારો જૂનાગઢ રહેતો ભત્રીજો આપણી ઓફીસે આવી છરી બતાવી સ્ટાફ સાથે ગાળા ગાળી કરી ઓફીસના ઉપયોગ માટે રાખેલ કોમ્યુટર રૂ.1 લાખ છરી બતાવી છરીથી કોમ્યુટરના વાયર કાપી ઓફીસમાથી લઇ ગયેલ છે.
તે બાબતે રાજનભાઇએ 100 નંબરમાં ફોન કરી પોલીસને જાણ કરેલ હતી. બાદમાં તેઓ ધોરાજીથી રાજકોટ પરત આવવા નિકળી ગયેલ અને તે દરમ્યાન પરત આવતાં હતા ત્યારે ભત્રીજાનો ફોન આવેલ કે, મને ધંધો કરવા માટે બે લાખ તથા દેણું ચુકવવા ત્રણ લાખ આપો બાકી તમારૂ કોમ્યુટર પરત નહી મળે જેથી તેને ફોનમા સમજાવટ કરતા તે અમારી ઓફીસની નીચે આવી ઓફીસ સ્ટાફ રાજનભાઇને ફોન કરી નીચે બોલાવેલ અને ઓફીસનું કોમ્યુટર પરત આપી દીધેલ.
આ મારા ઓફીસ સ્ટાફના રાજન ભાઇને કહેલ કે, તારા શેઠને કહેજે કે, મને પાંચ લાખ આપે બાકી કુટુંબમા કોઇ ને રહેવા નહી દઉં તેમ ધમકી આપી નાસી છૂટ્યો હતો. બનાવ અંગેની ફરીયાદ પરથી યુની. પોલીસે બીએનએસ એક્ટ 308(5), 351(2), (3) સહિતની કલમ હેઠળ ગુનો નોંધી એએસઆઈ હાર્દિક રવીયાએ તપાસ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.