મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે જસદણ ખાતે મજુર કલ્યાણ કેન્દ્રનું કરાયું લોકાર્પણ - At This Time

મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે જસદણ ખાતે મજુર કલ્યાણ કેન્દ્રનું કરાયું લોકાર્પણ


(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
જળ સંપતિ અને પાણી પુરવઠા મંત્રી કુવરજીભાઈ બાવળીયાના હસ્તે રૂ. ૨,૯૧,૦૦૦ના ખર્ચે જસદણની સોલીટેર સોસાયટી ખાતે નવીન મજૂર કલ્યાણ કેન્દ્રનું લોકાર્પણ કરાયું હતું. મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ પ્રસંગે જણાવ્યું હતું કે, જસદણ નગરપાલિકા વિસ્તારમાં વિવિધ વિકાસના કામો થઈ રહ્યા છે. સોલીટેર સોસાયટીના સાર્વજનિક પ્લોટમાં એક રૂમ ઉપલબ્ધ થઈ શકે જેથી સારા પ્રસંગોમાં તેનો ઉપયોગ કરી શકાય. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આ મજૂર કલ્યાણ કેન્દ્રમાં મજદૂર શ્રમિકોને કામ સમયે વિરામ માટે એક પાકા બાંધકામના નાના મકાનની સુવિધા મળી રહેશે. આ કેન્દ્રમાં પંખા, લાઈટ, વાતાનુકુલન માટે બારીઓ, પાણી, શૌચાલય, બાથરૂમ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે. ઉપરાંત, કેન્દ્રનું પ્રાંગણ વૃક્ષોથી ઘેરાયેલું હોવાથી શીતળ અને સ્વચ્છ વાતાવરણનો અનુભવ કરાવે છે. આ પ્રસંગની શરૂઆત મંત્રી દ્વારા કેન્દ્રમાં પૂજા વિધિ કરીને કરવામાં આવી હતી. મંત્રીનું પુષ્પહાર અને શાલ ઓઢાડીને સોસાયટીના આગેવાનોએ સ્વાગત કર્યું હતું. ચીફ ઓફિસર રાજુભાઇ શેખે શાબ્દિક સ્વાગત કર્યું હતું દરમિયાન જસદણ જીઆઈડીસી એસોસિએશન અને યુવા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિજયભાઈ રાઠોડએ એક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે જસદણ શહેરમાં ભાજપની રાજ્ય સરકાર દ્વારા છેક છેવાડાના વિસ્તારોમાં વિકાસના કામો થયાં છે. જે થકી આવનારા અને વર્તમાન સમયમાં લોકોને જબરી રાહત પ્રસરી છે. આ માટે ધારાસભ્ય અને મંત્રી કુંવરજીભાઈ બાવળીયા રાત દિવસ જોયા વગર જસદણના વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે. તે અમારું અને અમારી સરકારનું ગૌરવ છે બહુ જ ટૂંકા ગાળામાં જસદણ નગરપાલિકાને અધતન મકાન પણ મળશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.