જસદણ વિછિયા ની બી.આર..સી ભવનની ટીમદ્વારા 6 થી 19 વર્ષની ઉંમરના બાળકોને પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણથી વંચિત ન રહે માટે એક વિશેષ સર્વે શરૂ કરવામાં આવ્યો છે
(રીપોર્ટ ભરત ભડણિયા )
ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા 6 થી 19 વર્ષની ઉંમરના બાળકોને પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણથી વંચિત ન રહે માટે એક વિશેષ સર્વે શરૂ કરવામાં આવ્યો છે. જસદણ વિછિયા ની બી.આર..સી ભવનની ટીમ પણ આ સર્વે માં જોડાશે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ છે કે દરેક બાળક શાળામાં દાખલ થાય અને તેમને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે. આ અંતર્ગત 6 થી 19 વર્ષના દરેક શાળા બહારના બાળકની ઓળખ કરવી, અને તેમને શાળાની મુખ્યધારામાં પાછા લાવવા માટે કાર્યવાહી કરવી એ મુખ્ય લક્ષ્ય છે. આ સર્વે 10મી ઓક્ટોબરથી શરૂ થઈ ગયો છે અને 30મી નવેમ્બર, 2024 સુધીમાં પૂર્ણ થશે. બી.આર.સી કો-ઓર્ડીનેટર રવિદાન ભાઈ સી.આર.સી મિત્રો બી.આર.પી મિત્રો આઇડી વિભાગ તેમજ સમગ્ર શિક્ષા બ્લોક સ્ટાફ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. સર્વેની શરૂઆત અને કાર્ય પદ્ધતિ શાળા બહારના બાળકોની ઓળખ માટે દરેક જિલ્લાનાં પ્રાથમિક શિક્ષણાધિકારી (DEO) દ્વારા ગામડાઓ, નગરપાલિકા, અને મહાનગર વિસ્તારોમાં આ સર્વે હાથ ધરાયો છે. સરકારી શિક્ષકો, જસદણ બી.આર.સી (BRC) બી.આર.પી (BRP) સહિતના અધિકારીઓએ શાળા બહારના બાળકોની માહિતી એકત્ર કરવાની કામગીરી શરૂ કરી છે. આ જાણકારીનું વ્યાપક પ્રમાણમાં એકત્રિત કરવા માટે દરેક વિસ્તારના મુખ્ય પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં સર્વે યોજાયો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.