ગીર સોમનાથ વડા મથક સોમનાથ વેરાવળ પંથક માં એક દિવાળી માનવતા ની સોમનાથના યુવાનો દ્વારા અનોખી ઉજવણી
ગીર સોમનાથ વડા મથક સોમનાથ વેરાવળ પંથક માં એક દિવાળી માનવતા ની સોમનાથના યુવાનો દ્વારા અનોખી ઉજવણી
એક દિવાળી માનવતાની આ શબ્દો સાંભળી ને સુંદર લાગે પણ ખરાં અર્થમાં આ કાર્ય કરવું બહુજ અઘરું છે.આજ નાં યુવાનો મોજશોખ પાછળ વ્યસ્ત રહેતા હોય છેપરંતુ ગીર સોમનાથ ના વડા મથક સોમનાથ અને વેરાવળ પંથક માં યુવાનો નું એક ગૃપ જેમાં સોમનાથ ના ગૌરવભાઈ ગોસ્વામી હોટેલ સુખનાથ સોમનાથ મહેન્દ્ર ભાઈ કુલવિર સાધુ,કિશનભાઇ વાજા,ચિરાગભાઈ ગોસ્વામી,ઉના ના રાધેભાઈ જોશી
,કમલેશભાઈ ચંદ્રાંની,જીગ્નેશભાઈ દેસાઈ,રાજભા રાઠોડ,જીગ્નેશભાઈ ચોક્ષી,દિવ્યેશભાઈ,મનીષભાઈ, વિશાલભાઈ,પ્રકાશભાઈ દ્વારાગરીબ માનવ, પક્ષીઓ, પર્યાવરણ, અને ચકલી બચાવો નાં અભિયાન અંતર્ગત છેલ્લા નવ વર્ષથી ઊના, ધોકડવા, ગીરગઢડા, અને વેરાવળ જેવાં શહેરો માં સેવાકીય પ્રવુતિઓ નું કાર્ય કરે છે.દિવાળી નાં આઠ દિવસ પહેલા ઉપર જણાવેલ સ્થળો પર ગરીબ પરિવારો ને નિસ્વાર્થ તેના મનપસંદ કપડાં ચંપલ નું વિના મૂલ્યે વિતરણ વ્યવસ્થા કરાય છે.
આ વખતે વેરાવળ માં ટાવર ચોક, બગીચા ની બાજુ માં તારીખ - ૨૩-૧૦-૨૦૨૪ ને બુધવારે, આજ ના રોજ રાખેલ છે.
તેમજ ન નફા ન નુકસાન ના ધોરણે ચકલી ઘર પણ વિતરણ કરવા માં આવે છે.જણાવ્યા અનુસાર નવ વર્ષ પહેલાં અમારાં ગૃપ ને એક વિચાર આવ્યો કે સમાજમાં અમીર ગરીબ વચ્ચેની ખાઈ પહોળી થાય છે સાથે સાથે ચકલી પર્યાવરણ સ્વચ્છતા અભિયાન અંતર્ગત દેશ ની શ્રેષ્ઠ સેવાઓ કરી શકીયે છીએ આ સુંદર લોક કલ્યાણ કામો કરવા દરેક સમાજ નાં સારા વર્ગ નાં યુવાનો એ વિચાર ને આવકાર્યું અને એક દિવાળી માનવતાની નામે યુવાનો ના ગૃપ દ્વારા શહેર ના વેપારી ઓ અને સુખી સમ્પન્ન લોકો તેમજ સેવા ભાવિ લોકો અને પત્રકારો નાં સહયોગ થી સારા બીનજરૂરી તેમજ નવાં કપડાં ચંપલ સહિત ની ચીજવસ્તુ ઓ એકઠી કરી ને ગરીબો પણ સારી રીતે દિવાળી નો તહેવાર ઊજવી શકે તેવાં હેતું સાથે વિતરણ કરાય છે હાલ આ સેવાકિય પ્રવૃત્તિઓ ઊના ધોકડવા ગીરગઢડા અને વેરાવળ સુધી વિસ્તરી છે અમીર ગરીબ નાનાં મોટાં અને સૌ સમાન વ્યક્તિ હોય તેમ નાતજાત નાં ભેદભાવ વગર કપડાં ચંપલ નું વિતરણ વિના મૂલ્યે કરાય છે આ ઊપરાંત એક દિવાળી માનવંતા ની ગૃપ દ્વારા ચકલી બચાવો અભિયાન સ્વચ્છતા,જળ, પર્યાવરણ, વૃક્ષો વાવવા બેટી બચાવો અને સ્વચ્છતા નિરોગી રહો જેવાં કાર્ય દ્વારા જાગૃતિ અભિયાન તેમજ ચકલી ઘર નું વિતરણ કરાય છે નવ વર્ષ દરમિયાન હજારો ગરીબ પરીવાર નાં લોકો તહેવારો ખુશી સાથે મનાવે છે આ ગૃપ નાં તમામ યુવાનો સુખી સમ્પન્ન હોવાથી કોઈ પાસે ફંડ એકઠું કર્યા વગર આ સેવાકિય પ્રવૃત્તિ સવાર થી મોડી રાત્રી સુધી આઠ દિવસ અગાઉ અલગ અલગ સ્થળો પર શાંત અને સંયમ સાથે ગરીબોને જરૂર મુજબ કપડાં તેમજ ચીજવસ્તુઓ પોતાની રીતે લઈ જાય છે ત્યારે અનેરો ઉત્સાહ વ્યક્ત કરતાં હોવાનું જોવાં મળે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.