બોટાદ જિલ્લામાં તમાકુમુક્ત યુવા અભિયાન 2.0 અંતર્ગત તમાકુ વિરોધી સુત્રોચ્ચાર સાથે રેલી યોજાઈ - At This Time

બોટાદ જિલ્લામાં તમાકુમુક્ત યુવા અભિયાન 2.0 અંતર્ગત તમાકુ વિરોધી સુત્રોચ્ચાર સાથે રેલી યોજાઈ


(અજય ચૌહાણ દ્વારા)
ભારત સરકાર દ્વારા હાલ તમાકુમુક્ત અભિયાન અંતર્ગત એક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જેમાં 24 સપ્ટેમ્બર 2024થી 23 નવેમ્બર 2024 સુધી તમાકુ મુક્ત યુવા અભિયાન 2.0ના ભાગરૂપે અવનવા કાર્યક્રમો યાજવામાં આવી રહ્યા છે. ત્યારે બોટાદ જિલ્લામાં પણ તમાકુ મુક્ત યુવા અભિયાન 2.0 અતિ વેગમાં ચાલી રહ્યુ છે. જાગૃતિલક્ષી કાર્યક્રમ સહિત શાળામાં અને ગ્રામ પંચાયતમાં રેલી તેમજ તમાકુ વિરોધી પેમ્પલેટ્સ, પત્રિકા વિતરણ કરી કાર્યક્રમો યોજાઈ છે. જેના ભાગરૂપે બોટાદ જિલ્લામાં તમાકુમુક્ત શાળા થીમ આધારિત લોક જાગૃતિના પ્રયાસરૂપે રેલીનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં માધ્યમિક શાળાના આચાર્ય, શાળાના શિક્ષકઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરઓ તેમજ તાલુકા સુપરવાઈઝરઓ જોડાયા હતા. તમાકુમુક્ત યુવા અભિયાન 2.0ને ખરા અર્થમાં સાર્થક કરવા તમાકુ વિરોધી સુત્રોચ્ચાર વાળા પોસ્ટર્સ, બેનર્સ અને પેમ્પલેટ્સ દ્વારા રેલી યોજવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.