મહીસાગર જિલ્લાના સંતરામપુર મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો
જાહેર જનતાના પ્રશ્નોનું સ્થાનિક કક્ષાએ જ નિરાકરણ થઈ શકે તે માટે માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તેઓના મુખ્યમંત્રીકાળ દરમિયાન શરૂ કરાયેલ સ્વાગત કાર્યક્રમ થકી અસંખ્ય લોકોએ પોતાની મુશ્કેલીઓનું સ્થાનિક કક્ષાએથી જ નિરાકરણ મેળવ્યું છે.
મહીસાગર જિલ્લા સંતરામપુર મામલતદાર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી એલ પટેલના અધ્યક્ષ સ્થાને તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.તાલુકા સ્વાગત કાર્યક્રમમાં આજરોજ કુલ ૦૬ જેટલી અરજીઓનું હકારાત્મક નિરાકરણ કરવામાં આવ્યું છે.આ તમામ ફરીયાદોના અરજદારશ્રીઓને સંબધિત વિભાગના અધિકારીશ્રીઓની હાજરીમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા સાંભળવામાં આવી હતી અને હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં સંતરામપુર પ્રાંત અધિકારીશ્રી, સંતરામપુર મામલતદારશ્રી સહિત સંબંધિત અધિકારીશ્રીઓ અને અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.