રાજુલા તાલુકાના જૂની બારપટોળી ગામ નજીક પ્રેમિકાને પ્રેમી અને તેમનો મિત્ર મળવા આવતા પ્રેમી જીવ બચાવવા ભાગી જતા મિત્રને ગંભીર ઇજાઓ થતા હત્યા
રાજુલા તાલુકાના જૂની બારપટોળી ગામ નજીક પ્રેમિકાને પ્રેમી અને તેમનો મિત્ર મળવા આવતા પ્રેમી જીવ બચાવવા ભાગી જતા મિત્રને ગંભીર ઇજાઓ થતા હત્યા
રાજુલા પોલીસ સ્ટેશનમા 7 જેટલા લોકો સામે હત્યાનો ગુન્હો નોંધી આરોપીને પકડવા કવાયત હાથ ધરી
અમરેલી જિલ્લાના આવેલ રાજુલા તાલુકાના જૂની બારપટોળી ગામ નજીક પ્રેમસંબંધમાં પ્રેમીના મિત્રની હત્યા થતા ચકચાર મચી ગઈ છે રાજુલા તાલુકાના જૂની બારપટોળી ગામ નજીક બનેલી મારા મારીની ઘટનામાં મૃતક મનુભાઈ ઉર્ફે મામયો ભોપાભાઈ મકવાણા રે.જામકા અને તેનો મિત્ર નાગભાઈ દડુભાઈ વણઝરને આરોપી એકતાબેન હમીરભાઈ લાખણોત્રા રે. જૂની બારપટોળી સાથે પ્રેમસબંધ હોવાથી એકતાબેન તથા કનુભાઈ બાબુભાઇ લાખણોત્રા,તથા નાગભાઈ વાસુરભાઈ વાઘ,તથા અન્ય 5 અજાણીયા આરોપીઓએ પૂર્વ કાવતરું રચી આરોપી એકતાબેનને પોતાના પ્રેમી નાગભાઈ દડુભાઈ વણઝરને જૂની બારપટોળી બોલાવતા તેમના મિત્ર મનુભાઈ સાથે મોટરસાઇકલ લઈ આવતા રસ્તામાં પ્રેમિકા એકતાબેનને વચ્ચે મળવા આવતા આરોપીઓ પૂર્વ આયોજિત કાવતરું મંડળી રચી આરોપી કનુભાઈ બાબુભાઇ તથા નાગભાઈ વાસુર તથા અજાણીયા 5 આરોપીઓ ગેરકાયદેસર મંડળી રચી લાકડીઓ લોખંડની પાઇપ વડે માર મારતા પ્રેમી નાગભાઈ દડુભાઈ વણઝર પોતાનો જીવ બચાવવા ભાગી જતા મનુભાઈ મકવાણાને શરીર પર પાઇપ લાકડીઓ વડે માર મારતા માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા મહુવા બાદ ભાવનગર હોસ્પિટલમાં ખસેડતા સારવાર દરમ્યાન મોત થતા મામલો હત્યામાં પલટાય જવાના કારણે ચકચાર મચી ગઇ છે.
રાજુલા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે હત્યાનો ગુન્હો નોંધાયો
રાજુલા પોલીસ સ્ટેશનમાં મૃતક મનુભાઈ મકવાણાના પિતા ભોપાભાઈ એ ફરિયાદ આપતા રાજુલા પોલીસ સ્ટેશનમાં આરોપી એકતાબેન હમીરભાઈ લાખણોત્રા,કનુભાઈ બાબુભાઇ લાખણોત્રા, નાગભાઈવાસુરભાઈ વાઘ સહિત અજાણીયા 5 જેટલા ઈસમો સામે હત્યાનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રાજુલા પી.આઈ.વી.એમ.કોલાદ્રા,પી.એસ.આઈ.કે.ડી.હડીયાની ટીમો દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી કવાયત હાથ ધરી છે.
9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.