અતિવૃષ્ટિથી નુકસાનગ્રસ્ત કુતિયાણા-રાણાવાવ વિસ્તારના ખેડૂતોના પાકનો સર્વે કરી સહાય આપવા ધારાસભ્યની ઉચ્ચ કક્ષાએ રજુઆત - At This Time

અતિવૃષ્ટિથી નુકસાનગ્રસ્ત કુતિયાણા-રાણાવાવ વિસ્તારના ખેડૂતોના પાકનો સર્વે કરી સહાય આપવા ધારાસભ્યની ઉચ્ચ કક્ષાએ રજુઆત


ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી ને પત્ર પાઠવી ખેડૂતોને કરોડોની નુકસાની વર્ણવી.

ગોસા(ઘેડ) તા.૨૨/૧૦/૨૦૨૪
પોરબંદર જિલ્લાના કુતિયાણા -રાણાવાવ વિધાનસભા મત વિસ્તારમાં ચોમાસા દરમ્યાન પુષ્કળ પ્રમાણમાં વરસાદ પડેલ છે. તેમજ ભારે વરસાદ અને ઉપરવાસ પણ ભારે વરસદના કારણે ડેમોમાંથી છોડાયેલા પાણી તેમજ હાલમાં પણ પડેલા કમોસમી વરસાદના કારણે જમોનોનું ધોવાણ અંને ખેડૂતોએ કરેલા વાવેતરનો પાક સંપૂર્ણ નિષ્ફ્ળ ગયેલ હોય તેથી તાત્કાલિક ધોરણે કુતિયાણા વિધાનસભા મત વિસ્તારમાં સર્વે કરાવી અસરગ્રસ્ત લોકોને સહાય ચૂકવવા ધારા સભ્ય કાંધલભાઈ જાડેજાએ રાજ્યના મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલ ને પત્ર પાઠવી ભલામણ કરી છે.
ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ મુખ્ય મંત્રી અને કૃષિ મંત્રી ને પાઠવેલા પત્ર મા જણાવેલ છે કે ઓણ સાલ મારાં મત વિસ્તાર કુતિયાણા- રાણાવાવમાં ભારે વરસાદથી તેમજ ઉપરવાસ પડેલા વરસાદને કારણે ડેમો ભરાઈ જવાથી તેમના દરવાજા ખોલવામાં આવતાં તે પાણી મારા મત વિસ્તારમાંથી પસાર થતી ભાદર નદી,ઓઝત નદી,મીણસાર નદી, મધુવંતી નદી અને સારણ નદીમાં આવતાં તે પાણી આ વિસ્તારમાં ફળી વાળતાં જેના કારણે ખેડૂતો એ મોંઘા ભાવના બિયારણો ખરીદ કરીને વાવેતર કરાયેલા પાકમાં પુર પાણી ફરી વળતાં પુર પ્રકોપથી ઉભી થયેલી અતિવ્રુષ્ટી ની દયનિય પરિસ્થિતિ ના કારણે અને હાલમાં પણ સતત વરસી રહેલ વરસાદ કારણે જમોનોનું ધોવાણ અને સંપૂર્ણ પાકો નું નીકનંદન નીકળી જતા હાલ સંપૂર્ણ પાક નિષ્ફ્ળ ગયો હોય તેથી તાત્ત્કાલિક ધોરણે સર્વે કરાવી અસરગ્રસ્ત ખેડુતો લોકોને સરકારી સહાય આપવા કુતિયાણા- રાણાવાવ મત વિસ્તારના યુવા અને લોક્લાડીલા ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ ક્રુષિ મંત્રી રાધવજીભાઈ પટેલને પત્ર પાઠવી રજુઆત કરી છે.
ઘેડ વિસ્તારની હાલત દર ચોમાસામાં સ્થાનિક વરસાદના પાણી કરતાં ઉપરવાસ પડતા વરસાદ અને તેના પાણી છોડવામાં આવેલ ડેમનાં પાણી જવાબદાર છે. કારણકે ઉપરવાસમાં આવેલ ડેમ ઓવરફ્લો થાય ત્યારે તેમનાં દરવાજા ખોલી નાખવામાં આવતા મારાં મત વિસ્તારમાંના ગામડાંઓમાં હજારો એકરમાં જમીનમાં તેમજ સીમવાડી વિસ્તારમાં હાલ પણ ઘણી જમીનોમાં વરસાદી છેલના પાણી ભરાઈ રહેવાથી જમીનનું ધાવાણ અને પાકને ભારે નુકશાન થવા પામેલ છે. ઘેડ વિસ્તારનો આકાર રકાબી આકરનો પથરાયેલ છે જેના કારણે દર વખતે ચોમાસામા ઉપરવાસ ભારે વરસાદ પડે તો પણ તે પાણી નદીઓ વાટે ઘેડ પંથકની હજારો એકર જમીનમાં ફરી વળે છે. અને મહીના સુધી આ વરસાદી પાણી મારાં વિધાનસભા મત વિસ્તાર સહીતના ગામોની હજારો હેકટર જમીનમાં ભરાઈ રહે છે જેના કારણે મારા મત વિસ્તારના ખેડુતોને દર વર્ષની જેમ આ વર્ષે ભારે નુકશાનીનો સામનો કરવાની વેળા આવેલ છે. ત્યારે ઓણ સાલ આવી પરિસ્થિતિનું નિર્માણ થયુ હોય તેથી કુતિયાણા-રાણાવાવ વિધાનસભા મત વિસ્તારમાં પુર પાણીના કારણે થયેલ ખુવારીનો તાત્કાલીક સર્વે કરાવી અપાવવા અને નુકશાનીનુ વળતર સરકાર દ્રારા ચુકવી આપવા ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ ભાર પૂર્વક રજુઆતમાં ભલામણ કરી છે.
રિપોર્ટર:- વિરમભાઈ કે. આગઠ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.