ધંધુકા આર.એમ.એસ. હોસ્પિટલ ના ટ્રસ્ટી ની હત્યા - At This Time

ધંધુકા આર.એમ.એસ. હોસ્પિટલ ના ટ્રસ્ટી ની હત્યા


ધંધુકા આર.એમ.એસ. હોસ્પિટલ ના ટ્રસ્ટી ની હત્યા

ધરમશીભાઈ મોરડીયા પર થયેલ હુમલા ના પ્રત્યદર્શી એ આપ્યું નિવેદન.

ભીમનાથ ગામ ના ઉપ સરપંચ મંગળસિંહ રાઠોડે આપ્યું નિવેદન.
ભીમનાથ ગામ ના જ રહેવાસી કલ્પેશ સવજીભાઈ મેર દ્રારા પાઇપ વડે કરાયો હુમલો.
ઉપ સરપંચ તેમજ ધરમશીભાઈ ના ઘર પાસે ઉભા હતા તે દરમ્યાન થઈ હતી બોલાચાલી.

કલ્પેશ મેર દ્રારા નોકરી બાબતે કરી હરિ ધરમશીભાઈ સાથે બોલાચાલી.

બોલાચાલી બાદ કલ્પેશ મેર દ્રારા લોખંડના પાઇપ વડે મારી ધરમશીભાઈ પર કર્યો હુમલો તેવું હાજર ઉપસરપંચ દ્વારા આપવામાં આવ્યું નિવેદન.

હુમલા બાદ ધરમશીભાઈ ને ગંભીર ઈજા થતા સારવાર માટે ધંધુકા આર એમ એસ હોસ્પિટલ ખસેડવામાં આવેલ હતા.

આર.એમ.એસ.હોસ્પિટલ ટ્રસ્ટી હત્યા મામલો.

બોટાદ એસ.પી.એ. આપ્યું નિવેદન.

બોટાદ એસ.પી. કિશોર બળોલિયા દ્રારા હુમલો કરનાર નું નામ કર્યું જાહેર.

બોટાદ એસ.પી. દ્રારા હુમલો કરનાર કલ્પેશ મેર દ્રારા હુમલો કરાયા નું આપ્યું નિવેદન.

હુમલો કરનાર ગામ નો જ હોય પરિચિત હોવાનું આપ્યું નિવેદન.

ધંધુકા આર એમ એસ હોસ્પિટલ ના ટ્રસ્ટીની કરપીણ હત્યા.

બરવાળા તાલુકાનાં ભીમનાથ ગામે ધરમશીભાઈ મોરડીયા પર જીવલેણ હુમલો કરાયો.

સારવાર માટે ધંધુકા RMS હોસ્પિટલ ખાતે લાવતા ડોક્ટરો એ મૃત જાહેર કર્યા.

પાટીદાર સમાજ ના અગ્રણી અને અનેક સંસ્થાઓ સાથે સંલગ્ન હતા.

હત્યા નું કારણ હજુ અકબંધ.

સમગ્ર મામલે બરવાળા પોલીસ સહિત જિલ્લા પોલીસ ઘટના સ્થળે રવાના.

બોટાદ આર.એમ.એસ. હોસ્પિટલ ના ટ્રસ્ટી ઓધવજી ભાઈ પટેલ નું નિવેદન આવ્યું સામે.

આજ રોજ આર. એમ. એસ. હોસ્પિટલ ખાતે આગામી દિવસો માટે યોજાનાર સ્નેહ મિલન અંતર્ગત યોજવામાં આવી હતી મિટિંગ.

મિટિંગ બાદ ઓધવજીભાઈ પટેલ અને ધરમશીભાઈ સાથે જ એક ગાડી માં ગયા હતા.

ઓધવજીભાઈ દ્રારા ધરમશીભાઈ ને તેમના ઘરે ઉતારી નીકળી ગયા બાદ ઘટના બની હોવાનું આપ્યું નિવેદન.

ધરમશીભાઈ સાથે બનેલી ઘટના ની જાણ થઈ હોવાનું જણાવ્યું.

રીપોર્ટર. : સી કે બારડ
મો : 760780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.