ભાવનગર રેલ્વે મંડળના લોકો પાઇલોટે બે દિવસમાં 05 સિંહોને ટ્રેનની અડફેટે આવતા બચાવ્યા
ભાવનગર રેલ્વે મંડળ સિંહો/વન્યજીવોના સંરક્ષણ માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. મંડળના નિર્દેશો મુજબ, ટ્રેનોનું સંચાલન કરતા લોકો પાઇલોટ નિર્ધારિત ગતિનું પાલન કરતી વખતે વિશેષ સાવધાની સાથે કામ કરી રહ્યા છે. ભાવનગર રેલ્વે મંડળના લોકો પાયલોટની સતર્કતા અને વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકર્સની મદદથી ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં કુલ 82 સિંહોના જીવ બચાવાયા છે.ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી રવીશ કુમારે જણાવ્યું હતું કે, છેલ્લા બે દિવસમાં ત્રણ અલગ-અલગ ઘટનાઓમાં 05 સિંહોને ટ્રેનની અડફેટે આવતા લોકો પાયલોટ દ્વારા બચાવી લેવામાં આવ્યા છે. તારીખ 21.10.2024 (સોમવાર) ના રોજ, લોકો પાયલોટ શ્રી શિવપાલ ગુર્જર અને સહાયક લોકો પાયલટ શ્રી કૈલાશ કુમાવતે કિ.મી. સંખ્યા 46/7 - 46/9 સાવરકુંડલા-લીલીયા મોટા સેક્શન વચ્ચે રેલવે ટ્રેક પર જ્યારે 01 સિંહને જોવામાં આવ્યો ત્યારે તેઓએ ઇમરજન્સી બ્રેક લગાવીને પીપાવાવથી ધોળા તરફ આવતી પાયથન ગુડ્સ ટ્રેનને રોકી હતી. લોકો પાયલટ દ્વારા ટ્રેન મેનેજર (ગાર્ડ)ને જાણ કરવામાં આવી હતી. થોડા સમય પછી, જ્યારે ફોરેસ્ટ ગાર્ડ આવી પહોંચ્યો, ત્યારે ફોરેસ્ટ ગાર્ડ દ્વારા સિંહને ટ્રેક પરથી દૂર હટાવામા/ ભગાડવામાં આવ્યો. સિંહને પાટા પરથી હટાવ્યા બાદ, લોકો પાયલટ દ્વારા ટ્રેનને ગંતવ્ય સ્થાન તરફ લઈ જવામાં આવી હતી.
તારીખ 20.10.2024 (રવિવાર) ના રોજ, લોકો પાયલટ શ્રી અનીસ શેખ અને સહાયક લોકો પાયલટ શ્રી ફરમાન હુસૈને કિ.મી. સંખ્યા 14/3 - 14/4 તાલાળા-પ્રાચી રોડ સેક્શન વચ્ચે રેલ્વે ટ્રેક પર 02 સિંહો ચાલતા જોવા મળતા જૂનાગઢ-દેલવાડા પેસેન્જર ટ્રેન (09532)ને ઇમરજન્સી બ્રેક લગાવીને રોકવામાં આવી હતી. લોકો પાયલટ દ્વારા ટ્રેન મેનેજર (ગાર્ડ)ને જાણ કરવામાં આવી હતી. થોડા સમય પછી, જ્યારે ફોરેસ્ટ ગાર્ડ આવ્યા, ત્યારે ફોરેસ્ટ ગાર્ડ દ્વારા સિંહોને ટ્રેક પરથી હટાવી/ભગાડિ દેવામાં આવ્યા. સિંહોને ટ્રેક પરથી હટાવ્યા બાદ લોકો પાયલટ દ્વારા ટ્રેનને ગંતવ્ય સ્થાન તરફ લઈ જવામાં આવી હતી.
તારીખ 20.10.2024 (રવિવાર) ના રોજ, લોકો પાઇલટ શ્રી સંજીત કુમાર સિન્હા અને સહાયક લોકો પાઇલટ શ્રી વિજય કુમાર યાદવ કિ.મી. સંખ્યા 42/11 - 42/10 સાવરકુંડલા-લીલીયા મોટા સેક્શન વચ્ચે રેલવે ટ્રેક પર 02 સિંહો જોવા મળતાં ટ્રેન નં. 19256 મહુવા-સુરત એક્સપ્રેસને ઇમરજન્સી બ્રેક લગાવીને અટકાવવામાં આવી હતી. લોકો પાયલટ દ્વારા ટ્રેન મેનેજર (ગાર્ડ)ને જાણ કરવામાં આવી હતી. થોડા સમય પછી, ફોરેસ્ટ ગાર્ડ આવ્યો અને ફોરેસ્ટ ગાર્ડ દ્વારા ટ્રેક ક્લિયર હોવાની માહિતી આપ્યા પછી, લોકો પાયલટ દ્વારા ટ્રેનને ગંતવ્ય સ્થાન તરફ લઈ જવામાં આવી.
માહિતી મળતાં જ એડિશનલ ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી હિમાઁશુ શર્મા અને અન્ય અધિકારીઓ દ્વારા લોકો પાઇલોટ્સના ઉપરોક્ત પ્રશંસનીય કાર્યની પ્રશંસા કરવામાં આવી હતી.
રીપોર્ટ દિપક જોષી ગીર સોમનાથ પ્રાચી. 9825695960
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.