બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ધારપીપળા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો
(રિપોર્ટ : ચેતન ચૌહાણ દ્વારા)
સરકાર દ્વારા અમલમાં મુકાયેલી તમામ યોજનાઓ અને વિવિધ વિભાગોની સેવાઓનો એક જ સ્થળેથી લોકો લાભ લઈ શકે તે માટે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવે છે.જેમાં સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ અને માહિતી એક જ સ્થળેથી રહે તે માટે સુલભ આયોજન કરવામાં આવી રહ્યુ છે,ત્યારે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ધારપીપળા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં આધારકાર્ડ,રેશનકાર્ડ, દાખલા, રેશનકાર્ડ કેવાયસી તેમજ આરોગ્ય અને ખેતીવાડી સહિતના પ્રશ્નોનો હલ સ્થળ પરથી જ કરાયો હતો.આ સેવા સેતુના ક્લસ્ટરમાં સંકળાયેલા ધારપીપળા, રાણપુર, કિનારા, કેરીયા,સાંગણપુર,અણીયાળી-કસ્બાલતી,ગઢિયા-દેરડી,બોડીયા,પાટણા,દેવળીયા,નાગનેશ સહિતના ગામોનો સમાવેશ કરાયો હતો.સેવા સેતુ કાર્યક્રમમાં રાણપુર મામલતદાર,તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ, અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરીકો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.