આરેણા પે.સે.શાળાએ નિવૃત શિક્ષકશ્રીનો સન્માન સમારોહ યોજાયો
📝 આરેણા પે.સે.શાળાએ નિવૃત શિક્ષકશ્રીનો સન્માન સમારોહ યોજાયો 📝
******************************
તા.૧૯.૧૦.૨૦૨૪ ના રોજ માંગરોળ તાલુકાના આરેણા પે.સે.શાળામાં પેટા શાળા રંગાલી સીમ શાળાના આ.શિ.શ્રી કરશનભાઈ નાથાભાઈ ચાવડા વયનિવૃતિ થતા તેમનો સન્માન સમારંભ યોજાયો હતો.
આ પ્રસંગે માંગરોળ તાલુકા વિકાસ અધિકારીશ્રી ઓડેદરા સાહેબ,કે.નિ.શિક્ષણશ્રી દેવશીભાઈ નંદાણિયા સાહેબ,તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મંત્રીશ્રી,શૈક્ષિક મહાસંઘના પ્રમુખ મંત્રીશ્રી,ઉત્કર્ષ મંડળના પ્રમુખ મંત્રીશ્રી તથા શિવમ્ ચક્ષુદાન-આરેણાના સંચાલકશ્રી નાથાભાઈ નંદાણિયા,આરેણા ગ્રામપંચાયતના સરપંચશ્રી બચુભાઈ મકવાણા,શિક્ષકશ્રી લશ્કરી સાહેબ તથા કરશનભાઈના સ્નેહીજનો ઉપસ્થિત રહ્યા હતા.
આરેણા પે.સે.શાળાના આચાર્યશ્રી ઝેડ.એચ.મુલતાની સાહેબનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ઘણા વર્ષોના કાર્યકાળને શિક્ષણની સેવામાં ખર્ચીને આજે કરશનભાઈ નિવૃત થયા છે ત્યારે આજે ઉપસ્થિત સૌ મહાનુભાવોએ તેમને વિવિધ મોમેન્ટો અને શાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા.અને બાકીની નિવૃત જીંદગી નિરોગી અને સુખમય પસાર થાય તે બદલ શુભકામનાઓ પાઠવી હતી.
આજના આ કાર્યક્રમમાં પેટાશાળાના આચાર્યશ્રીઓ તથા શિક્ષકોના સહકારથી સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
અંતમાં આભાર વિધી અને નાસ્તો કરી આ કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો હતો.
રિપોર્ટર સુદીપ ગઢીયા 9909622115
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.