જસદણ પંથકમાં અતિવૃષ્ટિના કારણે પાકમાં થયેલા નુકસાનીનું વળતર ચૂકવવા ભાજપ પ્રમુખ અને ખેડૂત પુત્ર ભાવેશભાઈ વેકરીયાએ ખેડુત નું દુઃખ સમજી મુખ્યમંત્રીને પત્ર પાઠવ્યો - At This Time

જસદણ પંથકમાં અતિવૃષ્ટિના કારણે પાકમાં થયેલા નુકસાનીનું વળતર ચૂકવવા ભાજપ પ્રમુખ અને ખેડૂત પુત્ર ભાવેશભાઈ વેકરીયાએ ખેડુત નું દુઃખ સમજી મુખ્યમંત્રીને પત્ર પાઠવ્યો


(રિપોર્ટ ભરત ભડણિયા)
જસદણ તાલુકા ભાજપ પ્રમુખ ભાવેશભાઈ વેકરીયા એ જસદણ શહેર પંથકમાં અતિ ભારે પડેલ વરસાદ તેમજ ચોમાસાના અંતમાં પણ અનરાધાર વરસેલ વરસાદને કારણે મગફળી, કપાસ, સોયાબીન, કઠોળ જેવા પાકોમાં ભારે નુકસાન થયેલ છે. જેથી ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને લેખિત રજૂઆત કરી છે. આ ઉપરાંત રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ તેમજ જળ સંપતિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા સહિતનાઓને લેખિત રજૂઆત કરી છે. પત્રમાં જણાવ્યા પ્રમાણે તાજેતરમાં રાજકોટ જીલ્લા ના જસદણ તાલુકા માં સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં ભારે થી અતિભારે કમોસમી વરસાદ પડેલ છે. જેના કારણે રાજકોટ જીલ્લાના જસદણ તાલુકા માં મોટાભાગના ગામડાઓમાં ખેડૂતોના તૈયાર થયેલા ખેતી પાકો જેવા કે કપાસ, મગફળી, બાજરી, તલ, સોયાબીન, કઠોળ વગેરે પાકો ઉપરાંત બાગાયતી પાકો ને પણ ભારે નુકસાન થયેલ છે. જેથી ખેડૂતોને સરકાર તરફથી સહાય મળી રહે તે માટે રાજકોટ જીલ્લા ના જસદણ તાલુકામાં તાત્કાલિક સર્વે કરાવી સહાય પેકેજ જાહેર કરે. ખેડુતોની દિવાળી સુધરે અને ખેડૂત લક્ષી સરકાર ખેડુતોને મદદરૂપ થાય તેવી રજૂઆત કરી. જસદણ તાલુકા ભાજપ પ્રમુખ તેમજ ખેડૂત અગ્રણી ભાવેશભાઈ વેકરીયાએ માંગ કરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.