શહેરમાં દારૂના છ દરોડા: બે મહિલા સહિત પાંચ ઝડપાયા
દિવાળી તહેવાર પુર્વે બુટલેગરો શહેરમાં દારૂની રેલમછેલ થાય તે પુર્વે જ પીસીબીની ટીમે દારૂના ધંધાર્થીઓ પર ધોંસ બોલાવી અલગ-અલગ વિસ્તારમાં છ દરોડા પાડી બે મહિલા સહિત પાંચ શખ્સોને દબોચી દારૂ-બીયર અને દેશીદારૂનો જથ્થો મળી કુલ રૂા.70 હજારનો મુદામાલ કબ્જે કર્યો હતો.
દરોડાની વિગત મુજબ પીસીબી પીઆઈ એમ.આર.ગોંડલીયાની રાહબરીમાં પીએસઆઈ એન.જે.હુણે અલગ અલગ ટીમો બનાવી શહેરમાં વિદેશી દારૂ કે દેશી દારૂ વેંચતા બુટલેગરો પર તુટી પડવાની આપેલ સૂચનાથી સ્ટાફે મોડીરાત્રે અલગ અલગ છ સ્થળે દરોડા પાડી કાર્યવાહી કરી હતી.
જેમાં જંગલેશ્વરમાં હુશેની ચોક શેરી નં.16માં રહેતા ઈરફાન ઈશાક જુણેજાને દારૂની 12 બોટલ રૂા.6 હજારના મુદામાલ સાથે દબોચ્યો હતો.
જયારે દૂધસાગર રોડ પર ગુજરાત હાઉસીંગ બોર્ડ શેરી નં.10માંથી સાજીદ હબીબ બુટાને દારૂની 6 બોટલ અને બિયરના 24 ટીન મળી રૂા.5400ના મુદામાલ સાથે પકડી પાડયો હતો.
ઉપરાંત મધ્યપ્રદેશના કૈલાશ સેવલા ઉર્ફે કોચરાને દારૂની 64 બોટલ સાથે તેમજ કુવાડવા વિસ્તારમાંથી દારૂની 45 બોટલ રેઢી પકડી હતી. જયારે દરોડાની ગંધ આવતા યાસીન અકબર સાહમદાર નાસી છુટતા તેની શોધખોળ હાથ ધરી હતી.
રણુજાનગર શેરી નં.9માંથી હંસાબેન શામજી વરાળીયાને દેશીદારૂ 115 લિટર અને ક્રિષ્ના કૈલાસ પીપળીયા (રહે.કુવાડવા)ને દેશીદારૂ 100 લીટર સાથે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.