ફાયર NOC માટે રૂ.30 હજારના ઉઘરાણા કરનાર જેલમાં ધકેલાયો - At This Time

ફાયર NOC માટે રૂ.30 હજારના ઉઘરાણા કરનાર જેલમાં ધકેલાયો


એજન્ટે નાણાં ઉઘરાવ્યા તે દિવસે ડે.ચીફ ફાયર ઓફિસર બારિયા સાથે ટેલિફોનિક સંપર્કમાં હતો

ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની સાથોસાથ રાજકોટ ફાયર બ્રિગેડનો ભ્રષ્ટાચાર પણ બહાર આવ્યો હતો અને તત્કાલીન ચીફ ફાયર ઓફિસર સહિતના અધિકારીઓ જેલમાં ધકેલાયા હતા. અામ છતાં ફાયર બ્રિગેડમાં ભ્રષ્ટાચાર બંધ થયો નથી. ભ્રષ્ટાચારીઓએ લાંચ લેવાનો રસ્તો બદલાવ્યો છે. એજન્ટ પ્રથા શરૂ કરી હતી અને લાંચ લેતા આવો જ એક એજન્ટ રંગે હાથ ઝડપાઇ ગયો હતો. જેના રિમાન્ડ પૂરા થતાં તેને જેલહવાલે કરવામાં આવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.