ભાસ્કર વિશેષ:બિહારના સોનપુરમાં એઆઈ ટેક્નીકથી સજ્જ રાજ્યનું પહેલું મંદિર બનશે, રોબોટ પૂજારી શ્રી સુપરકર્ણ વિઘ્નેશ્વર ગણેશની પૂજા કરાવશે - At This Time

ભાસ્કર વિશેષ:બિહારના સોનપુરમાં એઆઈ ટેક્નીકથી સજ્જ રાજ્યનું પહેલું મંદિર બનશે, રોબોટ પૂજારી શ્રી સુપરકર્ણ વિઘ્નેશ્વર ગણેશની પૂજા કરાવશે


બિહારના સારણ જિલ્લાના સોનપુરના હરિહરનાથ તીર્થક્ષેત્રમાં એઆઈ ટેક્નીકથી સજ્જ રાજ્યના પહેલા સુપકર્ણ વિઘ્નેશ્વર ગણપતિ મંદિરનું નિર્માણ થશે. જેમાં પંડિતની સાથે રોબોટ પૂજારી હશે. આ મંદિર યશસ્વી ભવ ટ્રસ્ટ દ્વારા બનાવાઈ રહ્યું છે. નિર્માણ જાન્યુઆરી 2025થી થશે. વર્ષ 2030 સુધી બનીને તૈયાર થઈ જશે. જેના પર આશરે 300 કરોડનો ખર્ચ થશે. મંદિર 14 હજાર સક્વેર ફૂટમાં બનશે. મંદિરની ચારે બાજુ હરિયાળી રહેશે. ત્રણ માળના મંદિરના નિર્માણમાં લાકડાનો ઉપયોગ થશે. તે પૈગોડા શૈલીમાં બનાવાશે. આ પ્રકારનું મંદિર નેપાળ, હિમાચલ પ્રદેશ જેવા પહાડી વિસ્તારોમાં આવેલું છે. તેના પહેલા માળે ગણેશ ગેલેરી રહેશે. જેમાં ભગવાન ગણેશના બાળ રૂપોની તસવીરો મુકાશે. આ મંદિર પરિસરમાં શાંતિવનની સ્થાપના થશે જેમાં અલગ-અલગ ગ્રહો પર આધારિત વૃક્ષારોપણ થશે. અહીં શ્રદ્ધાળુ આવીને બેસી શકે છે. જેમાં વોટર ફાઉન્ટેન લાગશે જેની વચ્ચે લેસર-શો દ્વારા ગણેશ ભગવાનની પૌરાણિક કથાઓનું ચિત્રણ કરાશે. આ મંદિરમાં રોબોટ પંડિતની ભૂમિકા સાથે જ શ્રદ્ધાળુઓને દર્શન, પ્રસાદ વિતરણમાં સહાયતા, ભીડ નિયંત્રણ, સાફ-સફાઈ, વીજળી સંચાલન વગેરેનું કામ કરશે. અહીં ભગવાન ગણેશના નામે મંડપ હશે. ત્યારે મંદિર પ્રાંગણમાં 3 માળની ધર્મશાળા બનશે જેમાં 108 ઓરડા રહેશે. તમામ ઓરડા વાતાનુકૂલિત હશે. 14 હજાર સ્કવેર ફૂટમાં પૈગોડા શૈલીમાં મંદિર બનશે, વેદ વિદ્યાલય પણ હશે
અહીં બાળકો માટે સેલ્ફી ઝોન બનાવાશે. બીજા માળે ગણેશજીની મૂર્તિ સ્થાપિત થશે. તેનું નિર્માણ માટી અને ગોબરમાંથી થશે. તેના નિર્માણ માટે દ્વાદશ જ્યોતિર્લિંગ સોમનાથ, મલ્લિકાર્જુન, મહાકાલેશ્વર, ઓમકારેશ્વર, કેદારનાથ, ભીમાશંકર, વિશ્વનાથ, બકેશ્વર, વૈધનાથ, નાગેશ્વર, રામેશ્વર, ઘુમેશ્વરથી માટી લેવાશે. આ મૂર્તિ પર્યાવરણને અનુકૂળ હશે. મૂર્તિનું રંગ-રોગાન ફૂલોમાંથી પ્રાપ્ત રંગોથી કરાશે. સૌથી ઉપરના માળે શિવલિંગ સ્થપાશે, જ્યાં શ્રદ્ધાળુ જળાભિષેક કરી શકશે. આ પહેલું મંદિર હશે જે સંપૂર્ણપણે સોલારની વીજળી પર નિર્ભર હશે. ટ્રસ્ટના સંસ્થાપક ડો. શ્રીપતિ ત્રિપાઠીએ કહ્યું કે મંદિર પ્રાંગણમાં વેદ વિદ્યાલય પણ બનશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.