હવામાન વિભાગની આગાહી મુજબ કાલાવડ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં સતત છઠ્ઠા દિવસે વરસાદ વરસતા ખેડૂતો ચિંતિત - At This Time

હવામાન વિભાગની આગાહી મુજબ કાલાવડ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં સતત છઠ્ઠા દિવસે વરસાદ વરસતા ખેડૂતો ચિંતિત


શ્રી ખોડલ ન્યુઝ એજન્સી-કાલાવડ
કાલાવડ તાલુકામાં છેલ્લા છ દિવસથી સતત વરસાદ ખાબકી રહ્યો છે,ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે રવિવારે વરસાદ વરસ્યો હતો.ખેડૂતોના મગફળીના પાથરા પલરી ગયા હતા.વરસાદ પડતા ખેતરોમાં મગફળી અને કપાસના પાકને ભારે નુકસાન જોવા મળી રહ્યું છે જેની અસર તાલુકાના વિવિધ ગામો પર જોવા મળી રહી છે.નીકાવા,બેડીયા,શિશાંગ,પાતા મેઘપર,મોટા વડાલા,પીપર,મોટા ભાડુકિયા,રાજડા,નાના વડાળા, ડાંગરવાડા,ખરેડી,બોડી,દાવલી,છતર,પાંચદેવડા,નવાગામ ,ધુનધોરાજી,મોટી વાવડી સહિતના ગામોમાં જોરદાર વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. જ્યારે અમુક ગામમાં પાંચથી સાત ઇંચ વરસાદ નોંધાયો હતો .જેને પગલે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે.

ખાસ કરીને, વરસાદના કારણે ખેતરોમાં ભરાયેલા પાણીનું નિકાલ ન થતાં વાવેતર અને પાકને નુકસાન થવાની ભીતિ સર્જાઇ હતી.
સ્થાનિક પ્રશાસન અને કૃષિ વિભાગને આ સ્થિતિને ધ્યાનમાં લઈને યોગ્ય પગલાં લેવાની અપીલ કરવામાં આવે છે,તેમજ નુકસાન સહાય ચૂકવવા સરકારને અપીલ કરવામાં આવે છે.


9909426495
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.