કાલાવડમાં પીપર- મોટા ભાડુંકીયા સહિત અનેક ગામોમાં કમોસમી વરસાદથી મગફળી સહિત પાકને નુકસાન ઘાસચારો સંપૂર્ણ નાશ પામ્યો - At This Time

કાલાવડમાં પીપર- મોટા ભાડુંકીયા સહિત અનેક ગામોમાં કમોસમી વરસાદથી મગફળી સહિત પાકને નુકસાન ઘાસચારો સંપૂર્ણ નાશ પામ્યો


શ્રી ખોડલ ન્યુઝ એજન્સી-કાલાવડ
કાલાવડ તાલુકાના મોટા ભાડુકીયા - ખરેડી- પીપર ગામે ચાલુ વર્ષે ચોમાસામાં ભારથી અતિભારે વરસાદ પડ્યો હતો.ચોમાસાના ચાર મહિના ખેડૂતોના ખરીફ પાક પાણીમાં જ ડૂબેલા રહ્યા હતા.પાકને વધારે પડતું પાણી મળવાના કારણે તેનો વિકાસ વૃદ્ધિ થવી જોઈએ તે થયો નથી છેલ્લા દસ વર્ષની સરખામણીએ દર વર્ષે વીઘે 30 મણ મગફળી ઉતરતી હોય છે ત્યારે ચાલુ વર્ષે 8 થી 10 મણ ઉતરશે એટલે કે સીધું 60 થી 80% નુકસાન પરોક્ષ રીતે ખેડૂતોએ ભોગવવાનો વારો આવ્યો છે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે આ ઉપરાંત ચોમાસાની અતિવૃષ્ટિમાંથી જે પાક માંડ માંડ જીવ બચાવી ઉભો રહ્યા હતા. ખેડૂતોએ તે પાકમાં અનેક વખત ખાતર,દવાઓ છાંટી ખૂબ માવજત કરી બચાવ્યા અને હવે જ્યારે તેને લણણી કરવાનો સમય આવ્યો ત્યારે જ કર્મોશમી વરસાદ થયો જે ખેડૂતોએ પાક ઉપાડી લીધો હતો તેને તો સર્વસ્વ લૂંટાઈ ગયા સમાન છે પણ જે ખેડૂતોએ કમોસમી વરસાદની આગાહી સાંભળી ઉપાડવાનું માંડી વાળ્યું હતું તેનો પાક પણ જમીનમાં હોવા છતાં તેમાં પણ ખૂબ મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.તેવું ખેડૂતો જણાવતા હતા.
ચોમાસાની વિદાયની જાહેરાત થયા પછી જાણે કે ફરી નવું ચોમાસું બેઠું હોય એવો તાલ સર્જાયો છે.આ કમોસમી વરસાદે ખેડૂતોની બાજી ચોપટ કરી દીધી છે.અનેક ખેડૂતોને મોઢામાં આવેલો કોળિયો ઝુંંટવાઈ ગયો છે.જગત આખાનું પેટ ભરનારા જગતાતે રડવાનો વખત આવ્યો છે. ત્યારે હવે આ સ્થિતિમાં સરકાર મદદ કરે એ માટે ઠેર-ઠેરથી માંગણીઓ વધી છે.
જગતાતની આંખના આંસુ લૂંછવા માટે સંવર્ધનશીલ સરકાર આગળ આવે તેવી માંગણી.દરેક ખેડૂતને વીઘા દીઠ નુકસાનીની વળતર ચૂકવવાની તાતી જરૂર.જામનગર-કાલાવડ તાલુકાના પીપર ગામના જાગૃત સરપંચ હસમુખભાઈ રાંક તેમજ મોટા ભાડુકીયાના યુવા સરપંચ જીગ્નેશભાઈ કમાણીએ જણાવેલ હતું .


9909426495
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.