*ચોરી થયેલ મોટર સાયકલ તથા સ્કુટર કુલ-૧૫ કિ.રૂ.૫,૧૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ત્રણ ઇસમો પકડી વાહન ચોરીના કુલ-૦૭ ગુન્હાઓ શોધી કાઢતી ભાવનગર, લોકલ ક્રાઈમ બ્રાન્ચ
*પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર* તથા *પોલીસ અધિક્ષક ડો. શ્રી હર્ષદ પટેલ સાહેબે* ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાં બનતાં ચોરીઓના ગુન્હાઓ શોધી કાઢવા માટે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા એલ.સી.બી.ના અધિકારી/ કર્મચારીઓને સખત સુચના આપેલ.
તા.૨૧/૧૦/૨૦૨૪ના રોજ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમિયાન *બાતમીરાહે હકિકત મળેલ કે,* યતિ ઉર્ફે યશ હરેશભાઇ ચૌહાણ, છોટાલાલ ઉર્ફે ગાંડો કિસ્મતભાઇ રાઠોડ તથા બિપીન ઉર્ફે લાલો રમેશભાઇ વેગડ રહે.ત્રણેય ભાવનગર વાળાઓ ભાવનગર, રબ્બરફેકટરી સર્કલ, સુર્યદર્શન કોમ્પલેક્ષના પાર્કીંગમાં કેટલાક શંકાસ્પદ વાહનો સાથે ઉભેલ છે. જે મોટર સાયકલ અને સ્કુટર તેઓએ કયાંકથી ચોરી કરીને લાવેલ હોવાની શંકા છે. જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં નીચે મુજબનાં ઇસમો નીચે મુજબના મોટર સાયકલ તથા સ્કુટર સાથે હાજર મળી આવેલ. તેઓ પાસે મોટર સાયકલ/સ્કુટર અંગે આધાર પુરાવા હોય તો રજુ કરવા કહેતાં તેઓએ કોઇ સંતોષકારક જવાબ આપેલ નહિ.આ મોટર સાયકલ/સ્કુટર તેઓએ કયાંકથી ચોરી અથવા તો છળકપટથી મેળવેલ હોવાનું જણાતાં નીચે મુજબના મોટર સાયકલ/સ્કુટર શક પડતી મિલ્કત તરીકે કબજે કરવામાં આવેલ.
આ ત્રણેય ઇસમોને મોટર સાયકલ/સ્કુટર અંગે વધુ પુછપરછ કરતાં જણાવેલ કે, આ ત્રણેય ઇસમો તથા પકડવાના બાકી રાજ ઉર્ફે ભુરો સ/ઓ ઠાકરશીભાઇ મુળજીભાઇ વેગડ રહે.ભાવનગરવાળાએ ભેગા મળી છેલ્લા બે-અઢી વર્ષના સમયાગાળા દરમ્યાન ભાવનગર શહેરના સરદારનગર, નવાપરા, શિશુવિહાર સર્કલ, આનંદનગર છેલ્લા બસ સ્ટેન્ડ પાસે, આંબાવાડી મેઘાણી સર્કલ, જવાહર મેદાન, અધેવાડા તળાજા રોડ પાસેથી, ડોન ચોકમાંથી તેમજ અલગ-અલગ જગ્યાઓએથી ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ. જેથી આ અંગે તેઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ થવા માટે ઘોઘા રોડ પોલીસ સ્ટેશન સોંપી આપવામાં આવેલ.
*પકડાયેલ માણસોઃ-*
1. યતિ ઉર્ફે યશ સ/ઓ હરેશભાઇ ધીરૂભાઇ ચૌહાણ ઉ.વ.૨૫ રહે.પ્લોટ નંબર-૧૬,૫ચાસ વારીયા,રામવાડી પાસે, આનંદનગર, ભાવનગર
2. છોટાલાલ ઉર્ફે ગાંડો સ/ઓ કિસ્મતભાઇ ઉર્ફે કીશોરભાઇ બાબુભાઇ રાઠોડ ઉ.વ.૨૫ રહે.મફતનગર, હનુમાનદાદાની દેરી પાસે, સુર્યાવાળો ચોક, ખેડુતવાસ, ભાવનગર
3. બિપીન ઉર્ફે લાલો સ/ઓ રમેશભાઇ જેન્તીભાઇ વેગડ ઉ.વ.૨૦ રહે.મફતનગર,ખોડીયાર માતાની દેરી પાસે,ઢોરી ઉપર, ખેડુતવાસ, ભાવનગર
4. રાજ ઉર્ફે ભુરો સ/ઓ ઠાકરશીભાઇ મુળજીભાઇ વેગડ રહે.ખેડુતવાસ, ભાવનગર *(પકડવાના બાકી)*
*કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલઃ-*
1. હિરો કંપનીનું કાળા કલરનુ લાલ ભુરા પટ્ટાવાળુ સ્પ્લેન્ડર પ્લસ નંબર પ્લેટ વગરનું ચે.નં.03H20C00 456 તથા એ.નં.03H10007443 વાળું મોટર સાયકલ કિ.રૂ.૩૦,૦૦૦/-
2. બજાજ કંપનીનુ કાળા કલરનુ પલ્સર પ્લેટ વગરનું ચે.નં.MD2A17CZ9EWA03159 તથા એ.નં.JEZWEA46129 વાળું મોટર સાયકલ કિ.રૂ.૩૦,૦૦૦/-
3. હિરો કંપનીનુ કાળા કલરનુ લાલ તથા સીલ્વર પટ્ટાવાળુ સ્પ્લેન્ડર પ્લસ નંબર પ્લેટ વગરનું ચે.નં. MBLHA10EJ99B12294 તથા એ.નં.HA10EA99B22580વાળું મોટર સાયકલ કિ.રૂ.૩૦,૦૦૦/-
4. હિરો કંપનીનુ કાળા કલરનુ સીલ્વર પટ્ટાવાળુ સ્પ્લેન્ડર પ્લસ નંબર પ્લેટ વગરનું ચે.નં.MBLHA10 AMDHG16540 તથા એ.નં.HA10EJDHG37924વાળું મોટર સાયકલ કિ.રૂ.૩૦,૦૦૦/-
5. હિરો કંપનીનુ કાળા કલરનુ સીલ્વર પટ્ટાવાળુ સ્પ્લેન્ડર પ્લસ નંબર પ્લેટ વગરનું ચે.નં.MBLHA10AM EHC85120 તથા એ.નં.HA10EJEHC61303વાળું મોટર સાયકલ કિ.રૂ.૩૦,૦૦૦/-
6. સુઝુકી કંપનીનું મેટ કાળા કલરનું એકસેસ સ્કુટર નંબર પ્લેટ વગરનું ચે.નં.MB8DP12PJP8426987 તથા એ.નં.AF217652902 વાળું મોટર સાયકલ કિ.રૂ.૫૦,૦૦૦/-
7. સુઝુકી કંપનીનુ સફેદ કલરનુ એકસેસ નંબર પ્લેટ વગરનું ચે.નં.MB8DP11AHJ8969389 તથા એ.નં.AF211764217 વાળું સ્કુટર કિ.રૂ.૫૦,૦૦૦/-
8. હિરો કંપનીનું કાળા કલરનુ સીલ્વર પટ્ટાવાળુ સ્પ્લેન્ડર પ્લસ નંબર પ્લેટ વગરનું ચે.નં. MBLHA10 EZAHL82598 તથા એ.નં. HA10EFAHL13733 વાળું મોટર સાયકલ કિ.રૂ.૩૦,૦૦૦/-
9. હિરો કંપનીનુ કાળા કલરનુ લાલ ભુરા પટ્ટાવાળુ સ્પ્લેન્ડર પ્લસ નંબર પ્લેટ વગરનું ચે.નં.04B16F 22197 તથા એન્જીન નંબર ભુસાઇ ગયેલ મોટર સાયકલ કિ.રૂ.૩૦,૦૦૦/-
10. હિરો કંપનીનુ કાળા કલરનુ લાલ ભુરા પટ્ટાવાળુ સ્પ્લેન્ડર પ્લસ નંબર પ્લેટ વગરનું એ.નં. HA10E AAHEB3636 તથા ચેસીસ નંબર ભુસાઇ ગયેલ મોટર સાયકલ કિ.રૂ.૩૦,૦૦૦/-
11. હિરો કંપનીનું કાળા કલરનુ સીલ્વર પટ્ટાવાળુ સ્પ્લેન્ડર પ્લસ નંબર પ્લેટ વગરનું ચે.નં.MBLHA10 AMEHG29313 તથા એ.નં.HA10EJEHG14249 વાળું મોટર સાયકલ કિ.રૂ.૩૦,૦૦૦/-
12. હિરો કંપનીનુ કાળા કલરનુ લાલ ભુરા પટ્ટાવાળુ સ્પ્લેન્ડર પ્લસ નંબર પ્લેટ વગરનું ચે.નં.03C20F 13957 તથા એ.નં.03C18E09254 વાળું મોટર સાયકલ કિ.રૂ.૩૦,૦૦૦/-
13. હિરો કંપનીનુ કાળા કલરનું સીલ્વર પટ્ટાવાળુ સ્પ્લેન્ડર પ્લસ નંબર પ્લેટ વગરનું ચે.નં.MBLHA10 BWFHJ85951 તથા એ.નં.HA10EWFHJ60614 વાળું મોટર સાયકલ કિ.રૂ.૩૦,૦૦૦/-
14. સુઝુકી કંપનીનું કાળા કલરનુ એકસેસ સ્કુટર નંબર પ્લેટ વગરનું ચે.નં.MB8DP11ALH8638192 તથા એ.નં.AF2114 94733 વાળું મોટર સાયકલ કિ.રૂ.૫૦,૦૦૦/-
15. સુઝુકી કંપનીનું સફેદ કલરનુ એકસેસ સ્કુટર નંબર પ્લેટ વગરનું ચે.નં.MB8DP11ADK8C71211 તથા એ.નં.AF212004610 વાળું મોટર સાયકલ કિ.રૂ.૩૦,૦૦૦/- મળી *કુલ રૂ.૫,૧૦,૦૦૦/- નો મુદ્દામાલ*
*શોધી કાઢવામાં આવેલ ગુન્હોઃ-*
1. ભાવનગર શહેર, ઘોઘા રોડ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૮૬૬/૨૦૨૪ B.N.S કલમઃ-૩૦૩ (૨) મુજબ
2. ભાવનગર શહેર, ઘોઘા રોડ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૮૮૪/૨૦૨૪ I.P.C કલમઃ-૩૭૯ મુજબ
3. ભાવનગર શહેર, ઘોઘા રોડ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૮૭૬/૨૦૨૪ I.P.C કલમઃ-૩૭૯ મુજબ
4. ભાવનગર શહેર, ઘોઘા રોડ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૯૦૫/૨૦૨૪ I.P.C કલમઃ-૩૭૯ મુજબ
5. ભાવનગર શહેર, નિલમબાગ પો.સ્ટે. ગુ.ર.નં.૦૪૯૯/૨૦૨૪ B.N.S કલમઃ-૩૦૩ (૨) મુજબ
6. ભાવનગર શહેર, ગંગાજળીયા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૮૭/૨૦૨૪ I.P.C કલમઃ-૩૭૯ મુજબ
7. ભાવનગર શહેર, ભરતનગર પો.સ્ટે. ગુ.ર.નં.૦૪૧૦ I.P.C કલમઃ-૩૭૯ મુજબ
*કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-*
પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ. શ્રી પી.બી.જેબલીયા,શ્રી પી.ડી.ઝાલા તથા સ્ટાફનાં ઘનશ્યામભાઇ ગોહિલ, સાગરભાઇ જોગદીયા, મહેન્દ્રભાઇ ચૌહાણ, વિઠ્ઠલભાઇ બારૈયા, અનિરૂધ્ધસિંહ ડાયમા, સંજયભાઇ ચુડાસમા, અનિલભાઇ સોલંકી, પ્રજ્ઞેશભાઇ પંડયા, હસમુખભાઇ પરમાર તથા નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ ટીમ વગેરે સ્ટાફ જોડાયા હતો રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.