ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળે અને અન્ય ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ કરવા પ્રેરિત કરે તે હેતુથી લુણાવાડા ખાતે ફાર્મર માસ્ટર ટ્રેનર તેમજ ટેકનિકલ માસ્ટર ટ્રેનરની તાલીમ યોજાઇ - At This Time

ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળે અને અન્ય ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ કરવા પ્રેરિત કરે તે હેતુથી લુણાવાડા ખાતે ફાર્મર માસ્ટર ટ્રેનર તેમજ ટેકનિકલ માસ્ટર ટ્રેનરની તાલીમ યોજાઇ


ચાલુ રવી ઋતુના કાર્યકાળ દરમિયાન વધારે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ જોડાઈ અને જમીન તેમજ સમગ્ર સૃષ્ટિનું સ્વાસ્થ્ય સુધરે તે હેતુથી વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે અને અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરે તે હેતુ માટે આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડના માધ્યમ દ્વારા ફાર્મર માસ્ટર ટ્રેનર તેમજ ટેકનિકલ માત્ર ટ્રેનરની આજે લુણાવાડા ખાતે ગોસ્વામી સમાજ ઘરમાં તાલીમ યોજવામાં આવી

આ તાલીમમાં પ્રાકૃતિક ખેતીના પાક કાપણી અખતરા, એફએમટી અને ટી એમ ટી ના ક્લસ્ટરમાં ઓનલાઈન રજીસ્ટ્રેશનની માહિતી અને માર્ગદર્શન આપવા માટે તેમજ ખેડૂતો વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી તરફ વળે અને ખેડૂતોને આવક વધુ મળે તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી.

આ પ્રસંગે નાયબ ખેતી નિયામકશ્રીએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીમાં મૂલ્ય વર્ધન કરીને વધારે નફો કેવી રીતે મેળવી શકાય તેનું માર્ગદર્શન આપ્યું હતું. પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રીએ રવિ ઋતુની ક્લસ્ટર બેજ તાલીમોની ઓનલાઈન રજીસ્ટ્રેશન કરીને તાલીમ આપવા માટેનું માર્ગદર્શન આપ્યું, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા મકાઈની પરંપરાગત ખેતી કેવી રીતના કરવી અને મકાઈના વિવિધ મૂલ્ય વર્ધન કરવાથી મકાઈમાં આવક વધી શકે છે જણાવ્યું હતું.

વિસ્તરણ અધિકારીશ્રી દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા માટે શું શું આપણે પગલાં લેવા જોઈએ અને તેમનું બજાર વ્યવસ્થા તેમજ તેમની સમસ્યાઓનો ચોક્કસ નિકાલ માટે પણ માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં ટી એમ ટી અને એફએમટી જિલ્લાના દરેક ગ્રામ પંચાયતમાં તાલીમ યોજી અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે માર્ગદર્શન મળી રહે તે પ્રમાણે આયોજન કરવા જણાવ્યું હતું.

આ તાલીમ કાર્યક્રમમાં એક ટી એમ ટી અને એફએમટી ની પાંચ ગ્રામ પંચાયત દીઠ એક ક્લસ્ટર બનાવવામાં આવે છે જેમણે તેમના ક્લસ્ટરમાં જ પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમ આપવાની હોય છે તાલીમ માટે વધારે ખેડૂતો હાજર રહીને પ્રેક્ટિકલી તાલીમ મેળવે તે પ્રમાણે આયોજન કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું. આ તાલીમ કાર્યક્રમમાં જિલ્લા સંયોજકશ્રીએ પ્રાકૃતિક ખેતીના બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત અને પ્રાકૃતિક રોગનાશક સ્ત્રો જેવી બનાવટોની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમની આભાર વિધિ ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી દ્વારા કરવામાં આવી હતી.આ પ્રસંગે આત્મા પ્રોજેક્ટના તમામ સ્ટાફ અને ગ્રામ સેવકો તેમજ ફાર્મર માસ્ટર હાજર રહ્યા હતા

રીપોર્ટ.ભીખાભાઈ ખાંટ
મહીસાગર


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.