ખાનપુર તાલુકાના મોક્મસિંહના ભેવાડા ગામના પંકજભાઈ પટેલે પ્રાકૃતિક શાકભાજીનું વાવેતર કર્યું - At This Time

ખાનપુર તાલુકાના મોક્મસિંહના ભેવાડા ગામના પંકજભાઈ પટેલે પ્રાકૃતિક શાકભાજીનું વાવેતર કર્યું


હાલના સમયમાં ખેડૂતો હવે રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. બજારમાં આવતા કેમિકલ યુક્ત અને દવાનો છંટકાવ કરેલ શાકભાજીના બદલે હવે પ્રાકૃતિક ખેતીમાં ઉગેલા શાકભાજીનો ઉપયોગ કરવાનું લોકો વધુ પસંદ કરી રહ્યા છે. પ્રાકૃતિક ખેતીમાં પકવવામાં આવતા શાકભાજીથી સ્વાસ્થ્ય પણ સારું રહે છે જ્યારે તેની સામે રાસાયણિક દવાનો ઉપયોગ કરેલ શાકભાજી શરીર માટે ખૂબ જ નુકસાનકારક બને છે જેના થકી અવનવા રોગો પણ શરીરમાં ઉત્પન્ન થાય છે.

મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના મોક્મસિંહના ભેવાડા ગામમાં રહેતા પંકજભાઈ રાયજીભાઈ પટેલ છેલ્લા સાત એક વર્ષથી શાકભાજીની ખેતી સાથે સંકળાયેલા છે. તેઓએ પોતાનું ખેતર ગાર્ડન શાકભાજી માટે તૈયાર કર્યું છે. જેમાં વિવિધ પ્રકારના શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને મરચી, દૂધી, રીંગણી, ટામેટાં કેપ્સિકમ મરચી સહિત વિવિધ શાકભાજીનું પ્રાકૃતિક ખેતી આધારિત વાવેતર કરવામાં આવ્યું છે અને જેમાં મુખ્યત્વે છાણિયા ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે. પંકજભાઈ પટેલ જણાવી રહ્યા છે શાકભાજી સિવાય બીજા ખેતરમાં ગલગોટા ફૂલની ખેતી કરી છે તેમજ જામફળની ખેતી કરી છે જેમાં હાલ જામફળનો સારો પાક મળ્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ કરવાથી ઉત્પાદન ખર્ચ ઓછો આવે છે અને પ્રાકૃતિક કૃષિથી ઉત્પન્ન થયેલ શાકભાજીનું વેચાણ વધારે ભાવે થાય છે આજે બજારમાં પ્રાકૃતિક કૃષિ શાકભાજી વધુ ખાવાનું લોકો પસંદ કરી રહ્યા છે જેથી મારી તમામ ખેડૂતોને વિનંતી છે કે હું જેમ પ્રાકૃતિક ખેતી કરું છું તેમ તમે પણ પ્રાકૃતિક કૃષિ કરી નીરોગી સમાજનું નિર્માણ કરીએ.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.