ગોધરા આદિત્યનગર સોસાયટીમાં બંધ મકાનમાં સોના - ચાંદીના દાગીના અંદાજીત1,57,950. ચોરી તસ્કરો CCTV માં કેદ - At This Time

ગોધરા આદિત્યનગર સોસાયટીમાં બંધ મકાનમાં સોના – ચાંદીના દાગીના અંદાજીત1,57,950. ચોરી તસ્કરો CCTV માં કેદ


ગોધરા

ગોઘરા શહેરમાં છેલ્લા કેટલા સમયથી તસ્કરો બેફામ બની બંધ મકાનને નિશાન બનાવી લાખ્ખો રૂપિયાની માલમત્તાની ચોરી પલાયન થવાની ઘટના દિન પ્રતિદિન વધતી જાય છે.ત્યારે અવાર નવાર બનતી ચોરીની ઘટનાથી શહેરીજનોમાં ફફડાટ ફેલાયો છે. જેથી શહેરમાં નાઈટ પેટ્રોલીંગ વધારવામાં આવે તે જરૂરી
બન્યુ છે. ગત શનિવારની રાત્રીના સમયે શહેરના આદિત્યનગરના બંધ મકાનમાં તસ્કરો બેફામ બની ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. જેમાં બંધ મકાનમાં અજાણ્યા તસ્કરો ઘરના દરવાજાના તાળા તોડી તિજોરીમાં મૂકી રાખેલ સોના ચાંદીના દાગીના સહિત રોકાર રકમ મળીને ₹1, 57,950 ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જેમાં ચાર જેટલા અજાણ્યા ચોર આદિત્ય નગર ગંગોત્રીનગર સામે બંધ મકાનમાં નિશાન બનાવી ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સમગ્ર બનાવને લઈને મકાન માલિકે ગોધરા એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી હતી પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરેલ છે.

આ બનાવની પ્રાત વિગતો અનુસાર ગોધરા શહેરના બામરોલી રોડ ગંગોત્રીનગર સોસાયટીની પાછળ આવેલી આદિત્ય નગરના બી/56 રહેતા દિક્ષીતકુમાર જયંતીલાલ શાહ પોતાની પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ ગત તા. 19 ઓક્ટોબરના રોજ સાંજના 7.30 વાગે પ્રસંગ હોવાથી બહારગામ મકાન બંધ કરીને ગયા હતા. અને તા. 20 ઓક્ટોબરના બપોરના
સમયે ઘરે પરત આવ્યા હતા. ત્યારે તેઓએ ઘરના બન્ને બાજુના દરવાજાના તાળ તુટેલા હતા. મકાનની અંદર પ્રવેશ કરતા મકાનમાં માલસામાન વેર વિખેર હતો અને તિજોરી પણ તૂટેલી હાલતમાં હતી. આમ તેઓને મકાનમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી ₹1, 57,950 ની ચોરી થઈ હોવાની ઘટના સામે આવતા તાત્કાલીક ગોધરા એ ડીવીઝન પોલીસ સંપર્ક કરી પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. આ સમગ્ર ઘટનામાં સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી જેમાં ચાર જેટલા અજાણ્યા ચોર ઇસમ ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.

રિપોર્ટ, વિનોદ પગી પંચમહાલ


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.