રાજકોટની સરકારી કચેરીઓમાં હેલ્મેટ કાયદાનો અમલ કરાવવા તુટી પડતી પોલીસ - At This Time

રાજકોટની સરકારી કચેરીઓમાં હેલ્મેટ કાયદાનો અમલ કરાવવા તુટી પડતી પોલીસ


રાજય સરકાર દ્વારા બે દિવસ પૂર્વે સરકારી કચેરીઓમાં પ્રવેશ પહેલા તમામ કર્મચારીઓ, અધિકારીઓ માટે હેલ્મેટ ફરજીયાત કરવા નિર્ણય કરાયો છે. જેનો આજથી અમલ શરૂ કરવામાં આવ્યો છે. સરકારી કચેરીના ગેટ પાસે જ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે અને હેલ્મેટ ન પહેરનારને ઓનલાઇન મેમો આપવામાં આવી રહ્યો છે.
આજ સવારથી રાજકોટની પોલીસ કમિશ્ર્નર કચેરી ખાતે ગેટ પાસે હેલ્મેટ ચેકીંગ માટે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં પોલીસ કર્મીઓનું ચેકીંગ પણ કરવામાં આવ્યું હતું અને હેલ્મેટ ન પહેરનારને દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ઉપરાંત પોલસ કમિશ્ર્નર કચેરીમાં આવતા લોકોના લાયસન્સ અને પીયુસી ચેક કરવામાં આવ્યા હતા.
જે લોકો પાસે લાયસન્સ, પીયુસી ન હતા તેઓને ઓનલાઇન મેમો આપવામાં આવ્યો હતો. સવારથી બપોર સુધીમાં અંદાજે 30 થી 40 લોકોના ચેકીંગ હાથ ધરવામાં આવ્યા હતા. મોટાભાગના કર્મચારીઓએ હેલ્મેટ પહેર્યુ ન હતું પરંતુ નિયમનું કડક પાલન થઇ રહ્યું છે. રાજકોટની તમામ સરકારી કચેરીઓમાં હેલ્મેટનું ચેકીંગ સવારથી કરવામાં આવી રહ્યું છે.
પોલીસ કમિશ્ર્નર કચેરી, મ્યુનિ. કોર્પોરેશન કચેરી, બહુમાળી ભવન, કલેકટર કચેરી, જિલ્લા પંચાયત સહિતની તમામ કચેરીઓમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. આજે પહેલો દિવસ હોવાથી કર્મચારીઓમાં નિયમોના પાલન માટે આળસ જોવા મળી હતી પરંતુ જે રીતે ઓનલાઇન મેમો આપવામાં આવી રહ્યા છે, આગામી સમયમાં તમામ કર્મચારીઓ અને અધિકારીઓ ફરજીયાતપણે હેલ્મેટના નિયમનું ચુસ્ત રીતે પાલન કરશે


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.