બોટાદ ગ્રામ્ય પો.સ્ટેના મો.સા.ચોરીના બે અનડીટેક્ટ ગુન્હાઓ ડીટેકટ કરી ઇસમને ચોરાયેલ મો.સા. સાથે પકડી પાડી કુલ ૪૫,૦૦૦/- નો મુદ્દામાલ રીકવર કરતી એલ.સી.બી. બોટાદ - At This Time

બોટાદ ગ્રામ્ય પો.સ્ટેના મો.સા.ચોરીના બે અનડીટેક્ટ ગુન્હાઓ ડીટેકટ કરી ઇસમને ચોરાયેલ મો.સા. સાથે પકડી પાડી કુલ ૪૫,૦૦૦/- નો મુદ્દામાલ રીકવર કરતી એલ.સી.બી. બોટાદ


(અસરફ જાંગડ દ્વારા)
બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક કે.એફ.બળોલીયા સાહેબ નાઓએ મિલકત સબંધી ગુન્હા ડીટેક્ટ કરવા સુચના કરેલ હોય જે અન્વયે એલ.સી.બી.ના પોલીસ ઇન્સપેક્ટર એ.જી.સોલંકી નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ટીમ તથા બોટાદ ગ્રામ્ય પો.સ્ટે.ની ટીમ દ્વારા ડીટેકશન કામગીરી દરમ્યાન આજરોજ બોટાદ એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઇ ભગીરથસિંહ વિરસંગભાઇ લીંબોલા તથા બોટાદ રૂરલ પો.સ્ટેના મહેન્દ્રસિંહ જામસંગભાઇ ડોડીયા નાઓને સંયુકત રીતે મળેલ બાતમી હકિકત આધારે રાજુભાઇ ઉર્ફે ગભો મનજીભાઈ ઠોળીયા રહે. રામપરા તા.બરવાળા વાળાના રહેણાંક મકાનેથી આરોપી તથા મોટર સાઇકલ-૦૨ મળી આવતા જે બન્ને મો.સા.ના એન્જીન નંબર તથા ચેચીસ.નંબરની પોકેટ કોમ્પ એપ્લીકેશનના માધ્યમથી ખરાઇ કરતા સદરી બંન્ને મો.સા બોટાદ ગ્રામ્ય પો.સ્ટે. ના ગ૧૧૧૯૦૦૦૮૨૪૦૪૧૨/૨૦૨૪ બી.એન.એસ.ની કલમ ૩૦૩(૨) તથા ગ ૧૧૧૯૦૦૦૮૨૪૦૪૧૩/૨૦૨૪ બી.એન.એસ.ની કલમ ૩૦૩(૨) મુજબનાં ગુન્હાઓના કામે ચોરાયેલ મો.સા હોય જેથી સદરહુ બંન્ને મો.સા.ની કિ.રૂ.૪૫,૦૦૦/- ની ગણી મુદ્દામાલ રીકવર કબ્જે કરી મજકુર ઇસમ વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.