દિલ્હી CRPF સ્કૂલ બ્લાસ્ટ- ખાલિસ્તાનીઓએ જવાબદારી લીધી:કહ્યું- ગમે ત્યારે હુમલો કરી શકીએ છીએ; પોલીસ તપાસ શરૂ, ગૃહ મંત્રાલયે રિપોર્ટ માંગ્યો - At This Time

દિલ્હી CRPF સ્કૂલ બ્લાસ્ટ- ખાલિસ્તાનીઓએ જવાબદારી લીધી:કહ્યું- ગમે ત્યારે હુમલો કરી શકીએ છીએ; પોલીસ તપાસ શરૂ, ગૃહ મંત્રાલયે રિપોર્ટ માંગ્યો


દિલ્હીના રોહિણી સેક્ટર 14માં CRPF સ્કૂલ પાસે થયેલા બ્લાસ્ટની જવાબદારી ખાલિસ્તાનીઓએ લીધી છે. ટેલિગ્રામ પર જસ્ટિસ લીગ ઈન્ડિયા ગ્રુપ પર તેમનો મેસેજ આવ્યો છે. તેમાં જણાવ્યું છે કે તેઓ ગમે ત્યારે હુમલો કરવા માટે સક્ષમ છે. હાલ તપાસ એજન્સીઓ મેસેજની તપાસ કરી રહી છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) અને રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ (NSG)ની ટીમે પણ તપાસ શરૂ કરી છે. ગૃહ મંત્રાલયે આ મામલે દિલ્હી પોલીસ પાસેથી રિપોર્ટ માંગ્યો છે. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ટીમના સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રારંભિક તપાસમાં ક્રૂડ બોમ્બ જેવી સામગ્રી મળી આવી છે. જોકે, સંપૂર્ણ રિપોર્ટ મળ્યા બાદ જ સત્તાવાર માહિતી સામે આવશે. ખરેખરમાં પ્રશાંત વિહાર વિસ્તારમાં રવિવારે સવારે સાડા સાત વાગ્યે બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. પરંતુ CRPF સ્કૂલની દીવાલ, આસપાસની દુકાનો અને કેટલીક કારને નુકસાન થયું હતું. તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. મે મહિનામાં, 150થી વધુ સ્કૂલોમાં બોમ્બ વિસ્ફોટની ધમકીઓ સાથે સંબંધિત ઈમેલ મળ્યા હતા. તપાસ એજન્સીઓ આ એંગલથી પણ તપાસ કરી રહી છે. ટેલિગ્રામ પર મળેલા મેસેજનો સ્ક્રીનશોટ જુઓ... બ્લાસ્ટનું ખાલિસ્તાની કનેક્શન દિલ્હીમાં રોહિણી વિસ્ફોટના થોડા સમય પછી એક વાઇરલ સોશિયલ મીડિયા પોસ્ટ ખાલિસ્તાની કનેક્શનનો સંકેત આપે છે. જસ્ટિસ લીગ ઈન્ડિયાની પોસ્ટમાં ખાલિસ્તાન તરફી સૂત્રોચ્ચાર સાથે બ્લાસ્ટના ફૂટેજનો સમાવેશ થાય છે. જસ્ટિસ લીગ ઈન્ડિયાએ ભારતીય એજન્સીઓ પર તેના સભ્યોને નિશાન બનાવવાનો આરોપ મૂક્યો છે, અને બ્લાસ્ટની જવાબદારી સ્વીકારી અને ફરી હુમલો કરવાની ચેતવણી આપી છે. પાકિસ્તાની ટેલિગ્રામ ચેનલમાં આ મોટો દાવો દિલ્હીમાં થયેલા બોમ્બ વિસ્ફોટની એજન્સીઓ ઝડપથી તપાસ કરી રહી છે. બીજી તરફ પાકિસ્તાનથી ચાલતી કેટલીક ટેલિગ્રામ ચેનલો પર એવો દાવો કરવામાં આવ્યો છે કે દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ પાછળ ખાલિસ્તાનીનો હાથ હતો. સૌ પ્રથમ તો ટેલિગ્રામ ચેનલ જસ્ટિસ લીગ ઈન્ડિયા પર સીસીટીવી પોસ્ટ કરીને બોમ્બ બ્લાસ્ટનો આ દાવો કરવામાં આવ્યો હતો. જે બાદ પાકિસ્તાનની ઘણી ટેલિગ્રામ ચેનલો પર આ મેસેજ ફરતો થયો હતો. આ તમામ ટેલિગ્રામ ચેનલો છે.જેમાં મોટાભાગે કાશ્મીરમાં થઈ રહેલી આતંકવાદી ઘટનાના અપડેટ્સ શેર કરવામાં આવે છે. કાશ્મીર જેહાદ સાથે જોડાયેલી ISI સંચાલિત ટેલિગ્રામ ચેનલોએ દિલ્હી બોમ્બ વિસ્ફોટમાં ખાલિસ્તાન સમર્થકોની સંડોવણીના સંકેત આપ્યા છે. જો કે, નિષ્ણાતોનું માનવું છે કે આની પાછળ પાકિસ્તાની ઈન્ટેલિજન્સ આઈએસઆઈનો હાથ છે અને આ બોમ્બ બ્લાસ્ટમાં ખાલિસ્તાન એન્ગલ જોડીને ખાલિસ્તાની આતંકને વેગ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પોલીસને PCR ​​​​​​કોલ દ્વારા બ્લાસ્ટની માહિતી મળી હતી
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, "રવિવારે સવારે 07:47 કલાકે PCR કોલ આવ્યો હતો. કોલ કરનારે માહિતી આપી હતી કે રોહિણીના સેક્ટર 14માં આવેલી સીઆરપીએફ સ્કૂલ પાસે બ્લાસ્ટ થયો છે. આ પછી SHO અને સ્ટાફ પહોંચી ગયો. ઘટનાસ્થળે-આસપાસની દુકાનોના કાચ અને દુકાન પાસે પાર્ક કરેલી કારને પણ નુકસાન થયું હતું. સ્થાનિકોએ કહ્યું- અમને લાગ્યું કે ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો વિસ્ફોટનો અવાજ સાંભળીને વિસ્તારના લોકો પોતાના ઘર અને દુકાનોમાંથી બહાર આવી ગયા હતા. ઘટનાસ્થળની નજીક એક ચશ્માંની દુકાન ચલાવતા સુમિતે કહ્યું, "મારી દુકાનની બારીના કાચ તૂટી ગયા. મારી દુકાનની અંદરનો તમામ સામાન જમીન પર પડ્યો. તે ખૂબ જ ભારે વિસ્ફોટ હતો." આ વિસ્તારમાં રહેતા રાકેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે, "સવારે લગભગ 7.30 વાગ્યે, અમે ખૂબ જ જોરદાર અવાજ સાંભળ્યો. અમને લાગ્યું કે નજીકમાં એક LPG સિલિન્ડર ફાટ્યો છે. અમે તરત જ પોલીસ અને ફાયર વિભાગને આ બાબતે જાણ કરી. ઘણી દુકાનોના કાચ તૂટી ગયા હતા." સીએમ આતિશીએ કહ્યું- કથળેલી સુરક્ષા વ્યવસ્થાની પોલ ખૂલી
દિલ્હીના સીએમ આતિશીએ આ વિસ્ફોટ માટે કેન્દ્ર સરકારને જવાબદાર ગણાવી હતી. તેમણે X પર પોસ્ટમાં લખ્યું- બોમ્બ વિસ્ફોટની ઘટના દિલ્હીની કથળેલી સુરક્ષા વ્યવસ્થાની પોલ ખોલી રહી છે. દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાની જવાબદારી ભાજપની કેન્દ્ર સરકારની છે. પરંતુ ભાજપ આ કામ છોડીને પોતાનો બધો સમય દિલ્હીની ચૂંટાયેલી સરકારના કામને રોકવામાં વેડફી રહી છે. તેમણે લખ્યું કે આ જ કારણ છે કે આજે દિલ્હીની સ્થિતિ 1990ના દાયકામાં મુંબઈના અંડરવર્લ્ડના જમાના જેવી થઈ ગઈ છે. શહેરમાં ખુલ્લેઆમ ગોળીબાર થઈ રહ્યો છે, ગુંડાઓ ખંડણી વસૂલી રહ્યા છે અને ગુનેગારો ફુલ્યાફાલ્યા છે. ભાજપ પાસે કામ કરવાનો ન તો ઈરાદો છે કે ન ક્ષમતા. આતંકવાદી હુમલાના એંગલથી પણ તપાસ
દિલ્હી પોલીસના અધિકારીઓએ જણાવ્યું કે નજીકના પોલીસ સ્ટેશનોને પણ તકેદારી અને તપાસ વધારવા માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બજારોમાં ફૂટ પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું છે. લોકોને કોઈ શંકાસ્પદ વસ્તુ દેખાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા વિનંતી છે. દિલ્હી પોલીસની ATS આ ઘટનાની આતંકવાદી એંગલથી તપાસ કરી રહી છે. ગટર લાઇન અને સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે. નેશનલ સિક્યોરિટી ગાર્ડ (NSG)ને પણ જાણ કરવામાં આવી છે. આતંકવાદીઓનો સ્લીપર સેલ શું છે?
શું તમે જાણો છો કે આતંકવાદીઓનો સ્લીપર સેલ શું છે? ખરેખરમાં, સ્લીપર સેલનો અર્થ એ છે કે એવા આતંકવાદીઓ જે સામાન્ય લોકોની વચ્ચે રહે છે અને આતંકવાદીઓના ટોપ નેતૃત્વના આદેશો મળ્યા પછી એક્શનમાં આવે છે. તેમને પકડવા ખૂબ મુશ્કેલ છે કારણ કે તેઓ સામાન્ય લોકોની વચ્ચે રહેતા હોય છે. બ્લાસ્ટ સાથે જોડાયેલા આ સમાચાર પણ વાંચો... ચંદીગઢમાં બ્લાસ્ટ, રિટાયર્ડ પ્રિન્સિપાલના ઘરે ગ્રેનેડ હુમલો, NIAને ગેંગસ્ટર-આતંકી હુમલાની આશંકા 11 સપ્ટેમ્બરના રોજ ચંદીગઢના સેક્ટર 10ના પોશ વિસ્તારમાં એક રિટાયર્ડ પ્રિન્સિપાલના ઘરે ગ્રેનેડ હુમલો થયો હતો. જેના કારણે ઘરમાં 7 થી 8 ઈંચનો ખાડો પડી ગયો હતો. બારીના કાચ તૂટી ગયા. ત્રણેય હુમલાખોરો એક ઓટોમાં આવ્યા હતા અને ઘટના બાદ તે જ ઓટોમાં ફરાર થઈ ગયા હતા. વિસ્ફોટની માહિતી મળતાં જ ચંદીગઢ પોલીસમાં ખળભળાટ મચી ગયો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.