નાયડુએ કહ્યું- લોકો વધુ બાળકોને જન્મ આપે:જેમને 2થી વધુ બાળકો છે તે જ ચૂંટણી લડી શકશે; આંધ્રમાં સૌથી ઓછો જન્મ દર, ઘણા જિલ્લાઓમાં તો માત્ર વૃદ્ધો જ રહ્યા છે
આંધ્રપ્રદેશના CM એન ચંદ્રબાબુ નાયડુએ દક્ષિણના રાજ્યોના લોકોને વધુ બાળકોને જન્મ આપવાની અપીલ કરી છે. નાયડુએ કહ્યું કે પરિવારમાં ઓછામાં ઓછા બે કે તેથી વધુ બાળકો હોવા જોઈએ. આવનારા સમયમાં બે કે તેથી વધુ બાળકો ધરાવતા લોકો જ સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી લડી શકશે. રાજ્ય સરકાર ટૂંક સમયમાં આ માટે કાયદો બનાવશે. નાયડુએ વધુમાં કહ્યું કે આંધ્રપ્રદેશના ઘણા જિલ્લાઓ એવા છે જ્યાં ગામડાઓમાં માત્ર વૃદ્ધો જ રહ્યા છે. દક્ષિણના રાજ્યોમાં પ્રજનન દર સતત ઘટી રહ્યો છે. દેશમાં સરેરાશ પ્રજનન દર 2.1 છે, જ્યારે દક્ષિણ રાજ્યોમાં આ આંકડો ઘટીને 1.6 થઈ ગયો છે. ભારત વૃદ્ધ થઈ રહ્યું છે, યુવાનોની વસ્તી ઘટી રહી છે, ચિતાનો વિષય
સેન્ટરના યુથ ઈન ઈન્ડિયા-2022 રિપોર્ટ અનુસાર, 2036 સુધીમાં દેશની માત્ર 34.55 કરોડ વસ્તી જ યુવાનોની હશે, જે હાલમાં 47% કરતા વધુ છે. હાલમાં દેશમાં 15 થી 25 વર્ષની વચ્ચે 25 કરોડ યુવાનો છે. આગામી 15 વર્ષમાં તે ઝડપથી ઘટશે. 2036 સુધીમાં, 12%થી વધુ વસ્તી વૃદ્ધ હશે
યુનાઈટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડ (UNFPA)ના ઈન્ડિયા એજીંગ રિપોર્ટ 2023 અનુસાર, 2011માં ભારતમાં યુવા વસ્તીની સરેરાશ ઉંમર 24 વર્ષ હતી, જે હવે 29 વર્ષ થઈ ગઈ છે. ભારતમાં વૃદ્ધોની વસ્તી 2036 સુધીમાં 12.5%, 2050 સુધીમાં 19.4% અને સદીના અંત સુધીમાં 36% થઈ જશે. પ્રજનન દર શું છે?
નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS-5) અનુસાર, ભારતમાં સરેરાશ દરેક મહિલા બે કે તેથી વધુ બાળકોને જન્મ આપે છે. જો કે, આમાંના ઘણા એવા બાળકો છે જે 18 વર્ષની ઉંમર સુધીમાં મૃત્યુ પામે છે. તેમજ, કેટલીક મહિલાઓ બાળકને જન્મ આપવામાં સક્ષમ નથી. હાલમાં નેશનલ સ્તરે પ્રજનન દર 2.1 હોવો એ ચિંતાનો વિષય નથી. આ સૂચવે છે કે એક જનરેશન બીજી જનરેશનને બદલી શકે છે. જો કોઈ દેશનો કુલ પ્રજનન દર (TFR- ટોટલ ફર્ટિલીટી રેટ) લાંબા સમય સુધી 2.1 થી નીચે આવે છે, તો તે સામાન્ય રીતે વસ્તીમાં ઘટાડાના સંકેત આપે છે. 2036માં ભારતની વસ્તી 152 કરોડ થશે વર્ષ 2036માં ભારતની વસ્તી 152.2 કરોડ સુધી પહોંચી શકે છે. 12 ઓગસ્ટે આ અંગેનો એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. એવું નોંધવામાં આવ્યું હતું કે સેક્સ રેશિયો 2036 સુધીમાં 1000 પુરૂષો દીઠ 952 મહિલાઓ સુધી પહોંચવાની અપેક્ષા છે. 2011ની વસ્તી ગણતરીમાં આ આંકડો 943 હતો. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે વસ્તીમાં મહિલાઓની ટકાવારીમાં પણ થોડો સુધારો જોવા મળી શકે છે. વર્ષ 2036માં મહિલાઓની ટકાવારી વધીને 48.8% થવાની ધારણા છે. 2011માં તે 48.5% હતો. પ્રજનન દરમાં ઘટાડાને કારણે, વર્ષ 2011ની સરખામણીએ વર્ષ 2036માં 15 વર્ષથી ઓછી ઉંમરના લોકોનું પ્રમાણ ઘટવાની ધારણા છે. આ સમય દરમિયાન, 60 વર્ષ અને તેથી વધુ વયની વસ્તીનું પ્રમાણ ઝડપથી વધશે. UN રિપોર્ટ- 77 વર્ષમાં ભારતની વસ્તી બમણી થઈ
યુનાઈટેડ નેશન્સ (UN)ની આરોગ્ય એજન્સી યુનાઈટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડ (UNFPA) એ એપ્રિલ 2024માં એક રિપોર્ટમાં દાવો કર્યો હતો કે છેલ્લા 77 વર્ષમાં ભારતની વસ્તી બમણી થઈ ગઈ છે. તે 144.17 કરોડ પર પહોંચી ગયો છે. રિપોર્ટ અનુસાર, ભારતમાં 2006-2023 વચ્ચે 23% બાળ લગ્નો થયા છે. આ ઉપરાંત, ભારતની કુલ વસ્તીના 24% 0-14 વર્ષની વયના લોકોની છે. 15-64 વર્ષની વયના લોકોની સંખ્યા સૌથી વધુ 64% છે. વસ્તી સંબંધિત આ સમાચાર પણ વાંચો... સિક્કિમમાં મહિલા કર્મચારીઓને બીજી વખત માતા બનવા પર ઈન્ક્રીમેન્ટ અને ત્રીજા બાળકના જન્મ પર ડબલ ઈન્ક્રીમેન્ટ; IVF દ્વારા માતા બનશે તો તેને રૂ.3 લાખ મળશે સિક્કિમમાં મહિલા કર્મચારીઓને બાળકના જન્મ પર ઇન્ક્રીમેન્ટ મળશે. રાજ્ય સરકારે એક પ્રસ્તાવ તૈયાર કર્યો છે, જે મુજબ મહિલા કર્મચારીઓને બીજી વખત માતા બનવા પર ઈન્ક્રીમેન્ટ અને ત્રીજા બાળકના જન્મ પર ડબલ ઈન્ક્રીમેન્ટ મળશે. સામાન્ય લોકોને પણ વધુ બાળકોને જન્મ આપવા પર સુવિધાઓ મળશે. સાથે જ IVF દ્વારા માતા બનનાર મહિલાઓને 3 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.