રાજકોટમાં વીજળીનાં કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ 3 કલાકમાં સવા 2 ઈંચ વરસાદ, સિઝનનો 50 ઈંચ વરસાદ - At This Time

રાજકોટમાં વીજળીનાં કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ 3 કલાકમાં સવા 2 ઈંચ વરસાદ, સિઝનનો 50 ઈંચ વરસાદ


રાજકોટ શહેરમાં આજે બપોરે 2 વાગ્યા આસપાસ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો અને માત્ર ત્રણ કલાકમાં જ સવા બે ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. શહેરમાં ઝોનવાઇઝ વાત કરીએ તો વેસ્ટ ઝોનમાં સૌથી વધુ 57 મિલીમીટર એટલે કે સવા બે ઇંચ વરસાદ વરસ્યો હતો ત્યારે સેન્ટ્રલ ઝોનમાં 34 મિલી મીટર એટલે કે દોઢ ઇંચ તો ઇસ્ટ ઝોન માં સૌથી ઓછો 14 મીલીમીટર એટલે કે અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો ત્યારે સીઝનની વાત કરીએ તો એવરેજ 50 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં અત્યાર સુધીમાં સીઝનનો સૌથી વધુ વરસાદ સેન્ટ્રલ ઝોનમાં વરસ્યો છે જ્યાં 1386 મિલી મીટર એટલે કે 55.44 ઈંચ, વેસ્ટ ઝોનમાં 1356 મિલી મીટર એટલે કે 54.24 ઈંચ તો ઇસ્ટ ઝોનમા 41.56 ઇંચ વરસાદ નોંધાયો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.