આંતરરાષ્ટ્રીય કૂર્મી સેના આયોજિત અનેક ક્રાંતિકારી સિદ્ધિ ઓનાં જનક પદ્મભૂષણ સ્વ. કેશુભાઈ પટેલની સ્મરણાંજલિ સભા યોજાશે
આંતરરાષ્ટ્રીય કૂર્મી સેના આયોજિત અનેક ક્રાંતિકારી સિદ્ધિ ઓનાં જનક પદ્મભૂષણ સ્વ. કેશુભાઈ પટેલની સ્મરણાંજલિ સભા યોજાશે
રાજકોટ ગુજરાત રાજ્ય માં અનેક ક્રાંતિકારી નિર્ણયો થી જીવન પર્યન્ત જન માનસ માં સદાકાળ જીવંત પદ્મભૂષણ સ્વ. કેશુભાઈ પટેલની સ્મરણાંજલિ સભા ગુજરાત રાજયનાં પૂર્વ મુખ્યમંત્રી અને સૌના લોક લાડીલા પદ્મભૂષણ સ્વ. કેશુભાઈ પટેલની ચોથી પૂણ્યતીથી નિમીતે સૌ સાથે મળીને તેમણે કરેલા કાર્યોને યાદ કરી તેમને ખરા અર્થમાં શ્રધ્ધાંજલી અર્પણ કરીએ.સ્વ. કેશુભાઈ પટેલે કરેલા કેટલાક અવિસ્મરણીય કાર્યો (૧) નર્મદા ડેમની કેનાલોનું સૌરાષ્ટ્રના ગામે ગામ સુધી વિસ્તરણ કરી સિંચાઈ અને પીવાના પાણીની સગવડતાઓ ઉભી કરી (૨) ગોકુળ ગ્રામ યોજના વડે ગામડાઓને વિકાસની દિશામાં અગ્રેસર કર્યા.(૩) ખેડૂત અને ખેતી માટે હજારો ચેક ડેમો બનાવી ખેતીને સમૃધ્ધ કરી. (૪) ગુજરાતમાં ગુંડાઓનો ખાત્મો બોલાવી, ગુંડાગીરી નાબુદ કરવાની દિશામાં સૌથી શ્રેષ્ઠ કામગીરી કરી.(૫) જયોતિગ્રામ યોજના વડે ગામડાઓને પણ ૨૪ કલાક વિજળી મળી રહે તે પ્રકારનું આયોજન કર્યુ જકાત નાબૂદી ટ્રેકટર નો ગાડા તરીકે ઉપીયોગ ખેડૂત જમીન ખરીદ શકે તેનો ક્રાઈટ એરિયા વધાર્યો જળક્રાંતિ અનેક જટિલ નીતિ દૂર કરી સરળ બનાવવા સહિત આવા તો અગણીત કાર્યો છે જેના વડે સ્વ.કેશુભાઈ પટેલનું સ્થાન લોક હદયમાં કાયમ માટે અમીટ રહેશે.કાર્યક્રમની રૂપરેખા (૧) જાણીતા લોક સાહીત્યકાર મનસુખ વસોયા અને સાથી કલાકારો દ્વારા સંગીતમય શૈલીમાં સ્વ. કેશુબાપા, સરદાર પટેલ અને ભોજલરામબાપાને ભાવાંજલી આપવામાં આવશે. (૨) કેશુબાપાના પૂણ્ય સ્મરણમાં ઉપસ્થિત સામાજીક અને રાજકીય મહાનુભાવો દ્વારા શબ્દાંજલી આપવામાં આવશે.
(૩) કેશુબાપાના જીવનકાર્યો વિશેના પુસ્તકનું વિમોચન કરવામાં આવશે.(૪) કેશુબાપાના જીવનપર આધારીત શોર્ટ ફીલ્મ દર્શાવવામાં આવશે.(૫) આંતરરાષ્ટ્રીય કૂર્મી સેનાના સમગ્ર દેશમાંથી ઉપસ્થિત સમાજ અગ્રણીઓ દ્વારા સામાજીક એકતાનો સંદેશ આપવામાં આવશે.
તા. ૨૭/૧૦/૨૪ (રવિવાર) |સમયઃ રાત્રે ૮-૦૦ કલાકે યોજાશે સ્થળ સોરઠીયા ફાર્મ બાપા સીતારામ ચોક, મવડી ચોકડી પાસે રાજકોટ.આયોજક આંતરરાષ્ટ્રીય કૂર્મી સેના દ્વારા સ્મરણાંજલિ સભા ગુજરાત રાજયનાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ ને સ્મરણાંજલિ અર્પણ કરાશે
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.